• અત્યારે હાલમાં જ શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી રહી હોવાની એક ઘટના સામે આવી છે.
  • હાલ શિક્ષણબોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, આ સમયે રાજકોટના વીરપુર નજીક વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડાં કરવામાં આવ્યા હોય તેવો બનાવ સામે આવ્યો છે.
  • ધો.10 – 12ના પરીક્ષાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થતા હોય તેવી એક ઘટનામાં પરીક્ષાર્થીઓની ઉત્તરવહી રાજકોટમાં જાહેરમાંથી મળી આવી છે.
  • રાજકોટમાં એક ઓવરબ્રિજ પરથી ધોરણ-10-12ની ઉત્તરવહીઓ રઝળતી હાલતમાં મળી આવી છે. ત્યારબાદ લોકોના મનમાં અનેક સવાલો ઉભા થયા છે. વિદ્યાર્થીઓએ લખેલી ઉત્તરવહી જાહેરમાંથી મળતા દોડધામ મચી જવા પામી છે.
  • આ તમામ ઉત્તરવહીઓ મહેસાણાના પરીક્ષાર્થીઓની હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે.
  • આ સમગ્ર ઘટના અંગેના અહેવાલ મુજબ શિક્ષણ બોર્ડ જાગ્યું હતું. અને તાત્કાલિક શિક્ષણ બોર્ડે ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે.
  • લાખો વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાની વાત જણાવી હતી.
  • આ મામલે શિક્ષણ મંત્રી એ જણાવ્યું હતું કે, ઉત્તરવહીઓ મળવા બાબતે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે.
  • આ ઘટના મામલે મામલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે. શાહે જણાવ્યું હતું કે, આ મામલે બેદરકારી દાખવનાર કર્મચારી અને અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024