કેનેડા: કેનેડામાં ગુજરાતી યુવતીનાં મોતનાં મામલે પૂર્વ પતિ વૉન્ટેડ જાહેર.

પોસ્ટ કેવી લાગી?
  • પામોલની 28 વર્ષની હિરલ પટેલનો મૃતદેહ કેનેડાના ટોરન્ટોમાં કચડાયેલી હાલતમાં મળ્યો હતો. આ અંગે સ્થાનિક પોલીસે એવું જણાવ્યું છે કે, યુવતીનાં મોતને અકસ્માતમાં ખપાવી દેવાનું ષડ્યંત્ર રચાયું છે. કેનેડા પોલીસે તેના 36 વર્ષીય પૂર્વ પતિ રાકેશ પટેલને વૉન્ટેડ જાહેર કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી છે. બીજી બાજુ યુવતીનાં કાકા રાકેશ પટેલે તેના જેઠ સુનિલ પટેલે મારી નાંખવાની ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો હતો.
  • હિરલ પટેલને અગાઉ થયેલા ઝઘડા સમયે ધમકી આપનારા જેઠ સુનિલ પટેલ હાલ અમેરિકાથી ભારત આવ્યા છે. તેમણે અહીંયા ઉતરાયણ પણ ઉજવી હતી. તેણે જ કારસો રચ્યો હોવાનાં આક્ષેપ સાથે હિરલના કાકાએ પોલીસને રજૂઆત કરી સુનિલ પટેલની પણ પૂછપરછ અહીંયા કરવામાં આવે તેવી માંગ કરી હતી.
  • હિરલની કાર ઈસલિંગ્ટન એવન્યુ અને સ્ટીલ્સ એવન્યુ વેસ્ટ નજીથી પસાર થઈ હતી. તેણે બ્લેક જેકેટ અને ગ્રે પેન્ટ પહેર્યું હતું. અને તે બ્લેક એન્ડ વ્હાઇટ બેક પેક લઈને ગઈ હતી. પોલીસે બ્રિમ્પટનમાં ફિન્ચ એવન્યુ વેસ્ટ અને સ્ટીલ્સ એવન્યુ ઈસ્ટ નજીકના 156 પાર્કશોર ડો. પર કમાન્ડ પોસ્ટ મૂકી હતી અને જાણકારી માટે લોકોની મદદ માગી હતી.
  • આ વિગત પરથી નોંધનીય એ છે કે, પામોલ ગામમાં રહેતી હિરલ પટેલનાં લગ્ન 7 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2013માં મૂળ કિંખલોડના અને કેનેડા સ્થાયી થયેલા એન આર આઈ રાકેશ મહેન્દ્રભાઈ પટેલ સાથે થયાં હતાં. લગ્ન પછી કેનેડા પહોંચેલી હિરલે મેડિકલ ક્ષેત્રે જોબ શરૂ કરી હતી. લગ્નના થોડા સમય બાદ સાસરિયાએ હિરલ પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. આથી કંટાળીને તે ભાઈના ઘરે રહેવા જતી રહી હતી. આ દરમિયાન 2 માસ પહેલા તેણે છૂટાછેડા લીધા હતા. 11 જાન્યુઆરીએ નોકરી પર ગયેલી હિરલ પરત ન ફરતાં તેના ભાઈએ ટોરેન્ટો પોલીસને જાણ કરી હતી. પોલીસે શોધખોળ શરૂ કરતાં ગુમશુદા હિરલનો મૃતદેહ ખાડી વિસ્તારમાંથી મળી આવ્યો હતો. હિરલનો મૃતદેહ અકસ્માતગ્રસ્ત કારમાં કચડાઈ ગયેલી હાલતમાં જોવા મળ્યો હતો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures