- લાયસન્સ વાળી ગન સાથે TikTok Video તૈયાર કરી રહેલા યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
- વિદ્યાર્થી સેનાની ઇન્ટરમીડિયેટ સ્ટડીસમાં અભ્યાસ કરી રહ્યો હતો.
- તે સમયે વીડિયો તૈયાર કરતી વખતે ગનનું ટ્રીગર દબાઈ જતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે.
- વિદ્યાર્થી ની માતાએ જણાવ્યું છે કે તેમના દીકરાએ વીડિયો તૈયાર કરવા માટે લાયસન્સ વાળી પિસ્તોલ કબાટમાંથી કાઢી હતી.
- રૂમમાંથી ગોળી ચાલવાનો અવાજ આવ્યો એટલે માતા દોડીને તરત જ પહોંચ્યા હતા પરંતુ ત્યાં તો વ્હાલસોયા દીકરાનું મોત નીપજ્યું હતું.
- ઉત્તર પ્રદેશના બરેલીમાં આવેલા હાફિઝગંજમાં રહેતા સેનાના જવાન વિરેન્દ્ર કુમારના પુત્ર કેશવનું TikTok Video તૈયાર કરતા સમયે મોત થઈ ગયું હતું.
- પરિવારમાં માતા ગાયત્રીદેવી અને બહેન પ્રિયાંશી છે.
- કેશવ 18 વર્ષનો હતો અને સેનાની તાલિમ શાળામાં ઇન્ટરમીડિયેટ ભણી રહ્યો હતો. તેણે સવારે વીડિયો તૈયાર કરવા માટે સવારે લાયન્સ વાળી પિસ્તોલ હતી. માતા ગાયત્રીદેવીએ સવારે કબાટમાંથી પિસ્તોલ કાઢી હતી. કેશવ પિસ્ટલ લઈને રૂમમાં ગયો અને થોડીવારમાં જ ધડાકો બોલ્યો હતો.
- પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે તેમને કબ્જે કર્યા વગર પરત ફરી હતી.
- અધિકારીઓનું કહેવું છે કે પરિવાર કોઈપણ કાર્યવાહી માટે તૈયાર નથી. TikTok Video બનાવવાના દરમિયાન શૂટિંગને કારણે વિદ્યાર્થીની મોતની ઘટના અંગે પોલીસ પણ વિચારણા કરી રહી છે.
- પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કર્યા વિના મૃતદેહની અંતિમ વિધિ પુરી કરી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News