સ્વાદની સાથોસાથ સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ છે બ્રેડ સ્પ્રાઉટ્સ રોલ.

પોસ્ટ કેવી લાગી?
 • નાસ્તામાં બનાવો બ્રેડ સ્પ્રાઉટ્સ રોલ. તે શરીર માટે પણ ફાયદાકારક છે.
 • સામગ્રી
 • ટમેટાં – પા કપ
 • લીલાં મરચાં – 1 ચમચી
 • બ્રેડની સ્લાઇસ – 10
 • ફણગાવેલા મઠ – 1 ચમચો
 • કોપરાનું છીણ – 1 ચમચો
 • ફણગાવેલા મગ – 1 ચમચો
 • સમારેલી ડુંગળી – 1 ચમચો
 • આદુંની પેસ્ટ – પા ચમચી
 • મીઠું – સ્વાદ મુજબ
 • લીંબુનો રસ – 1 ચમચી
 • મરીનો ભૂકો – પા ચમચી
 • તેલ – વઘાર માટે
 • કોથમીર – 1 ચમચો

રીત :

 • સૌપ્રથમ ફણગાવેલા મગ અને મઠને થોડું પાણી રેડી બાફી લો.
 • એક પેનમાં તેલ ગરમ કરી ડુંગળી સાંતળો. તે પછી તેમાં ટમેટાં, લીલાં મરચાં અને આદુંની પેસ્ટ ભેળવી નરમ થાય ત્યાં સુધી સાંતળો.
 • તેમાં ફણગાવીને બાફેલા મગ અને મઠ ભેળવો. મરી, મીઠું અને કોપરાનું છીણ નાખીને હલાવો. તે પછી ગેસ પરથી ઉતારીને લીંબુનો રસ ભેળવો અને ઠંડું થવા દો.
 • હવે ચપ્પુથી બ્રેડની કિનારીઓ કાપી લો. એક બાઉલમાં પાણી લઇ તેમાં બ્રેડની એક સ્લાઇસને બોળીને નિચોવી લો. તેની વચ્ચે ફણગાવેલા મગ-મઠનું મિશ્રણ ભરી રોલ વાળી લો.તેની કિનારીઓને સારી રીતે બંધ કરો.
 • આ રીતે બધી સ્લાઇસના રોલ તૈયાર કરો.
 • હવે તેલ ગરમ કરી તેમાં ધીમી આંચે આ રોલ તળી લો. આને ચટણી અથવા સોસ સાથે સર્વ કરો.
 • બ્રેડરોલ બનાવીને તેને બે કલાક ફ્રીજમાં રાખી શકો છો જેથી તે સેટ થઇ જાય. એનાથી તેલ ઓછું વપરાય છે અને રોલ ક્રિસ્પી બને છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures