રોજ 5 મિનિટની આ એક્સરસાઈઝ કરીને, શરીરને બનાવો ફિટ

- Advertisement -

This browser does not support the video element.

રોજ 5 મિનિટની આ એક્સરસાઈઝ કરીને, તમે તમારા શરીરને બનાવો ફિટ

જીમ ગયા વિના અને કોઈ જ ટ્રેનિંગ વિના ફિટનેસ કાયમ રાખવી હોય અને હેલ્ધી રહેવું હોય તો તમે ઘરે જ કેટલીક એક્સરસાઈઝ કરીને ફાયદો મેળવી શકો છો. આ એક્સરસાઈઝમાં તમારે કોઈ જ ટ્રેનિંગ, ઉપકરણો અને પૈસા ખરચવાની જરૂર નથી આ એક્સરસાઈઝ તમને રોગોથી પણ બચાવશે અને તમારા શરીરને ફિટ પણ રાખશે.આ એક્સરસાઈઝ મહિલા અને પુરૂષો બંને માટે લાભકારક છે.

તો સૌથી પેહલા આપણે જંપિંગ જેક આ એક્સરસાઈઝ વિષે જાણશું જંપિંગ જેક એક્સરસાઈઝ બહુ જ સરળ છે અને આમાં આખા શરીરને ફાયદો મળે છે. જો આખા શરીરની કસરત કરવા માગતા હોવ તો આ એક્સરસાઈઝ તમારા માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. તેમજ આ કસરત કરવામાં તમારે કોઈ ઉપકરણ કે ટ્રેનિંગ લેવાની જરૂર નથી.

આ કસરતને તમે ઘરે જ સરળતાથી કરી શકો છો. જંપિંગ જેક કરવા માટે સૌથી પહેલાં સીધા ઉભા થઈ જાઓ. ત્યારબાર તસ્વીરમાં બતાવ્યા પ્રમાણે ઉપર ઉછળતા હાથને ઉપર ઉઠાવો અને પગને પહોળા કરો. નીચે આવ્યા બાદ સામાન્ય સ્થિતિમાં આવી જવું. આ કસરત 2 મિનિટ સુધી કરવું અને ત્યારબાદ 10 સેકન્ડ આરામ કરવો.

ફાઈલ તસ્વીર
  • તો હવે આપણે પુશ અપ્સ આ એક્સરસાઈઝ વિષે જાણશું
  • છાતી અને ખભાને શેપ આપવા અને પહોળા કરવાની સાથે હાથને મજબૂત બનાવવા માટે પુશ અપ્સની એક્સરસાઈઝ સરળ છે
  • તેમજ આ એક્સરસાઈઝ કોઈ જ ઉપકરણ વિના તેને ઘરે જ કરી શકાય છે.
  • પેટની માંસપેશીઓ માટે પણ આ એક ઉત્તમ કસરત છે.
  • તમારા 6 મિનિટના વર્કઆઉટમાં આને પણ 1 મિનિટ માટે કરો.
  • આ કસરત કરતી વખતે ધ્યાન રાખો કે જ્યારે તમે આને કરતી વખતે ઉપર તરફ જાઓ ત્યારે શ્વાસને અંદર તરફ ખેંચવો અને નીચે આવતી વખતે શ્વાસને બહાર કાઢવો.
  • 1 મિનિટ આ એક્સરસાઈઝ કર્યા બાદ 10-15 સેકન્ડનો આરામ કરવો.
સ્ક્વેટ્સ

તો હવે આપણે સ્ક્વેટ્સ આ એક્સરસાઈઝ વિષે જાણશું

આ કસરતને કરવા માટે સીધા ઉભા રહી જવું, ત્યારબાદ પગની વચ્ચે થોડું અંતર રાખવું. હવે બન્ને હાથ ઉપર ઉઠાવીને તમારા ખભાની સામે લઈ આવવા. હવે ઘૂંટણ પર થોડોક ભાર આપતા ઠીક એ રીતે બેસવાનો પ્રયત્ન કરો જે રીતે તમે ખુરશીમાં બેસો છો. તસ્વીરમાં બતાવ્યા પ્રમાણે આ કસરત કરતી વખતે તમારી પીઠ સીધી રાખવી. આ વર્કઆઉટ રોજ 2 મિનિટ કરવું અને ત્યારબાદ 10-15 સેકન્ડ આરામ કરવો.જો તમે તમારા પગને મજબૂત બનાવવા માગતા હોવ તો 6 મિનિટના તમારા વર્કઆઉટમાં 2 મિનિટ રોજ સ્ક્વેટ્સ કરો.આ એક્સરસાઈઝ પીઠ, ઘૂંટણ અને પગની માંસપેશીઓ માટે બહુ લાભકારી છે.

ફાઈલ તસ્વીર

ટ્રાઈસેપ્સ ડિપ આ એક્સરસાઈઝ વિષે જાણકારી લઈએ

આ એક બહુ જ લાભકારી એક્સરસાઈઝ છે જેને તમે કોઈ જ ઉપકરણ વિના ઘરે જ કરી શકો છો. આ કસરત કરવામાં તમે ખુરશીની મદદ લઈ શકો છો. આ કસરત નિયમિત કરવાથી હાથ અને જાંઘની માસપેશીઓ મજબૂત થાય છે અને શેપમાં આવે છે. આ કસરત કરતી વખતે શરીરનો સંપૂર્ણ ભાર હાથ પર આવી જાય છે. જ્યારે તમે ઉપર નીચે થાઓ છો ત્યારે દબાણ હાથની સાથે પગ પર પણ આવે છે જેના કારણે માંસપેશીઓ મજબૂત થાય છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News