- વર્ષ 2023થી રાજ્ય સરકાર દ્વારા ધોરણ-1માં પ્રવેશ માટેની લાયકાતમાં ફેરફાર કરવાનો નિર્ણય
- શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે રાજ્યમાં પ્રાથમિક શાળામાં ધો. 1માં પ્રવેશ મેળવવા માટે જુન-2023થી 6 વર્ષ પુરા કરનાર બાળકને જ પ્રવેશ અપાશે
- તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજય સરકારે બાળક 6 વર્ષ પુરા કરે પછી પ્રવેશ આપવાનો નિયમ બનાવ્યો છે,પરંતુ તેનો અમલ જુન-2023થી થશે.
- અત્યારે ધો. 1માં પ્રવેશ આપવા માટે 5 વર્ષની વય મર્યાદા છે તે યથાવત છે.
- હાલમાં 6 વર્ષે પ્રવેશના નિયમનો અમલ કરવામાં આવશે નહીં.
- શૈક્ષણિક વર્ષ 2020-21, 2021-22, અને 2022-23 દરમિયાન કોઈ બાળક તે શૈક્ષણિક વર્ષમાં 1 જૂનના રોજ 5 વર્ષ પૂર્ણ કરેલા હશે તો તેમને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે.
- ગુજરાત સરકાર દ્વારા કાયદામાં કરવામાં આવેલા ફેરફાર મુજબ હવે કોઈ પણ બાળક જે તે શૈક્ષણિક વર્ષમાં 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ ન થયા હોય તેવા બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં નહીં આવે.
- આમ અત્યારે નર્સરી અને જુનિયર-સીનિયર કે.જી માં ભણતા બાળકોને મુશ્કેલી ન થાય તે માટે સરકારના નવા નિયમનો અમલ 2023-24થી કરવામાં આવશે.
- આ પણ વાંચો: અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ કોરોનાની ઝપેટમાં.
- પાકિસ્તાન : કૌકબ નૂરાનીએ કોરોનાના દર્દીઓને હોસ્પિટલ ન જવાની સલાહ આપી.
- રાત્રે ખાટા ફળો ખાવાથી,ગંભીર પરિણામ આવી શકે.
- રાજ્યમાં અત્યારે તો ધોરણ-1માં પ્રવેશ માટેની ઉંમર 5 વર્ષ નક્કી કરવામાં આવેલી છે.
- બાળકની ઉંમર 1 જૂનના રોજ 5 વર્ષ પૂર્ણ થયેલી હોય તેમને જ પ્રવેશ આપવામાં આવે છે.
- તથા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત 6થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ છે.
- પરંતુ રાજ્યમાં ઉંમરને લઈને પ્રશ્નો ઉભા થતા રાજ્ય સરકાર દ્વારા ધોરણ-1માં પ્રવેશ માટેની લાયકાતમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News