• ફળોનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
  • પરંતુ રાત્રે ખાટા ફળો ખાવાથી,ગંભીર પરિણામ આવી શકે છે.
  • જેમ અપને જાણીએ છીએ કે ફળોમાં વિપુલ પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ અને પૌષ્ટિક તત્વો હોય છે
  • આ પૌષ્ટિક તત્વો શરીરને તંદુરસ્ત અને સ્વસ્થ બનાવી રાખવામાં ખૂબ મદદ કરે છે.
  • પરંતુ ફળોને યોગ્ય સમયે ખાવા જોઈએ.
  • કોઈ પણ સમયે ફળો ખાવાથી શરીરને નુકસાન થઈ શકે છે.
  • એટલે કે કસમયે ખાવામાં આવેલા ફળો ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે.
  • રાત્રે ખાટા ફળોનું સેવન કરવાથી કોઈ પણ વ્યક્તિને એસેડિટી સહિત અનેક સમસ્યા થઈ શકે છે
  • રાત્રે વિટામિન સીથી ભરપૂર ખાટા ફળોનું સેવન ન કરવું જોઈએ.
  • ખાટા ફોળો એટેલે કે સિટ્ર્સ ફ્રૂટ.
  • જોકે લીંબુ, સંતરા, મોસંબી સહિત આ સિટ્રસ ફ્રૂટ એસિડિક હોય છે.
  • રાત્રે ઊંઘતા પહેલા આવા ફળો ખાવાથી કોઈને પણ એસિડિટીની સમસ્યા થઈ શકે છે.
  • જે લોકોને ગેસ કે પેટ સંબંધી કોઈ સમસ્યા હોય તેમણે રાત્રે ખાટા ફળોનું બિલકુલ સેવન ન કરવું જોઈએ.
  • રાત્રે ખાટા ફળોનું સેવન કરવાથી ખાંસી અને ગળામાં દર્દ જેવી સમસ્યા થઈ શકે છે.  રાત્રે ખાટા ફળોના સેવનથી શરીરમાં કફ બની શકે છે.
ફાઈલ તસ્વીર
  • ખાટા ફળો એસિડિક હોય છે. એટલે કે આ ફળોથી તમને છાતીમાં બળતરા થઈ શકે છે.
  • આ ઉપરાંત અનેક લોકો એ વાત નથી જાણતા કે ખાટા ફળો ખાધાની 10 મિનિટ પછી તમારે તમારા દાંતને ધ્યાનથી સાફ કરવા જોઈએ.
  • કારણ કે તેનાથી દાંતમાં સડો પણ લાગી શકે છે.
  • દાંત સડી જવાના પ્રાથમિક પદાર્થમાં બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલું એસિડ હોય છે.
ફાઈલ તસ્વીર
  • સૂતા પહેલા વિટામીન સીનું સેવન કરવાથી ઊંઘમાં ઘટાડો થઈ શકે છે.
  • રાત્રે સિટ્ર્સ ફૂડ ખાવાથી વજન ઓછું કરવામાં પણ મુશ્કેલી આવી શકે છે.
  • રાત્રે સિટ્ર્સ ફૂડનું સેવન કરવાથી શરીરમાં પાણીની માત્રા વધે છે, જેના કારણે વારેવારે ટૉઇલેટ જવું પડી શકે છે. 
  • આયુર્વેદ પ્રમાણે રાત્રે ખાટા ફળોનું સેવન કરવાથી દોષ વધે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News