• ચીનમાં ફેલાયેલ કોરોના વાયરસ ના કારણે દુનિયભરના દેશ એલર્ટ પર છે.
  • આ માહોલમાં ચીન તરફથી ક્રૂડની ડિમાન્ડ ઘટી શકે છે.
  • આ કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચું તેલ 3 ડોલર પ્રતિ બેરલ સુધી સસ્તું થઈ શકે છે.
  • કાચું તેલ સસ્તું થવાથી ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો થવાની આશા છે.
  • મોટી રેટિંગ એજન્સી ગોલ્ડમેન સૈક્સે ક્રૂડની કિંમતોને લઈને પોતાનો તાજા રિપોર્ટ જાહેર કર્યો છે.
  • આ રિપોર્ટમાં તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો છે.
  • ભારતની જેમ ચીન પણ પોતાની જરુરિયાતનું 90 ટકા ક્રૂડ ઓઇલ એટલે કે કાચું તેલ વિદેશી બજારથી ખરીદે છે.
  • આંકડાકીય માહિતી પ્રમાણે 2019માં ચીને રેકોર્ડ 50.6 કરોડ ટન કાચું તેલ ખરીદ્યું હતું.
  • ગોલ્ડમેન સૈક્સના રિપોર્ટ પ્રમાણે વર્તમાન વાયરસના કારણે ચીનમાં ડિમાન્ડ ઘટી શકે છે.
  • જેથી આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રુડ 3 ડોલર પ્રતિ બેરલ સુધી સસ્તું થવાની આશા છે.
  • જાન્યુઆરી મહિનામાં બ્રેંટ ક્રૂડની કિંમત 70 ડોલર પ્રતિ બેરલથી ઘટીને 64 ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ છે.
  • આ હિસાબથી 1 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી કાચું તેલ 9 ટકા થઈ સસ્તું થઈ ગયું છે.
  • એક્સપર્ટનું કહેવું એવું છે કે જો કાચું તેલ સસ્તું થાય તો તેનો સીધો ફાયદો ભારતના ગ્રાહકોને મળશે.
  • ઘરેલું સ્તર પર પેટ્રોલની કિંમત 2 રુપિયા સુધી પ્રતિ લિટર ઓછી થાય તેવી આશા છે.
  • કેવી રીતે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલની કિંમત ,
  • જે કિંમત પર આપણે પેટ્રોલ પંપથી પેટ્રોલ ખરીદીએ છીએ તેનું લગભગ 48 ટકા બેસ પ્રાઇઝ એટલે કે આધાર મૂલ્ય થાય છે. આ પછી બેઝ મૂલ્ય પર લગભગ 35 ટકા એક્સાઇઝ ડ્યુટી, 15 ટકા સેલ્સ ટેક્સ અને બે ટકા કસ્ટમ ડ્યુટી લગાવવામાં આવે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024