China
ચીન (China) પોતાની 14મી પંચવર્ષીય યોજનાના અમલના નામે બ્રહ્મપુત્ર નદી પર એક વિરાટ બંધ બાંધવાની તૈયારીમાં છે. આ બંધ ભારત અને તિબેટની વચ્ચે આવતા વિસ્તારમાં બંધાશે. ઔપચારિક બાંધકામ આવતા વર્ષથી 2021થી શરૂ થશે.
ગ્લોબલ ટાઇમ્સે પાવર કન્સ્ટ્ર્ક્શન કંપની ઑફ ચાઇનાના અધ્યક્ષ યાંગ જિયોંગને ટાંકને પ્રગટ કરેલા અહેવાલ મુજબ બ્રહ્મપુત્ર નદી પર એક વિરાટ બંધ બાંધવાની યોજના તૈયાર કરી રહ્યું હતું. ચીનની 14મી પંચવર્ષીય યોજના 2021-2025ના ભાગ રૂપે આ યોજના તૈયાર થશે. 2035 સુધીમાં આ યોજનાના દીર્ઘકાલીન લક્ષ્યાંકો પાર પાડવાના હતા.
આ પણ જુઓ : માઉન્ટ આબુમાં હોટલ સંચાલકે 3 ગુજરાતીઓને માર્યા
ચીને એવો દાવો કર્યો હતો કે આ યોજનાના અમલથી દેશના જળસ્રોતો અને સ્થાનિક સુરક્ષા વધુ સુદ્દઢ થશે. આવતા વરસે નેશનલ પિપલ્સ કોંગ્રેસ દ્વારા આ યોજનાને સમર્થન મળી જાય ત્યારબાદ એની વિગતો જાહેર કરાશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.