• રાજ્યમાં પાણીની સમસ્યાનો ઉકેલ આવે તેના ભાગરૂપે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા આજે અમદાવાદ ખાતે મિશન પાની અભિયાન અંતર્ગત એક ખાસ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • પાણી સમસ્યાના પાણીદાર ઉકેલ તરફ કરવામાં આવેલી પહેલમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ઉર્જા મંત્રી સૌરભ પટેલ સહભાગી થયા હતા.
  • મુખ્ય અતિથિ તરીકે ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ અતિથિ વિશેષ તરીકે સૌરભ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
  • હાર્પિક અને વાસમોના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યની પાણીની જટિલ સમસ્યાઓ તેમજ તેના સકારાત્મક ઉકેલ અંગે બંને મહાનુભાવોએ પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા.
  • કાર્યક્રમમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે જેવી રીતે પીએમ મોદી કહે છે એમ પાણીને તમામ પ્રકારની સમસ્યાનું સમાધાન છે પરંતુ તેને ઇશ્વરના પ્રસાદની જેમ વાપરવું જોઈએ.
  • ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ,આજે રાજ્યના લબ્ધપ્રતિષ્ઠિત અગ્રણીઓ જન જાગૃતિ દ્વારા પાણી બચાવવા માટે કામ કરી રહ્યા છે,
  • મહાનુભાવો ઉપસ્થિત છે તેનો મને આનંદ છે.
  • ત્રીજું વિશ્વયુદ્ધ લડાશે તો પાણી માટે લડાશે તે વાક્ય પ્રચલિત થઈ ગયું છે.
  • બનવાનું નથી આપણે બનવા પણ દેવા નથી માંગતા પરંતુ આપણને સમજાવા માટે સૌથી ઉચ્ચતમ ઈશારો આ છે.
  • અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી અને નીતિન ગડકરીજી સાથે મળી સમગ્ર દેશને જાગૃત કરવા માટે નવી પેઢીને આ વિષયની ગંભીરતા સમજાવા માટે આ પ્રકારના પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.
  • શાસ્ત્રોમાં ભારતીય સંસ્કૃતિમાં હજારો લાખો વર્ષથી નદીઓના વર્ણન જોઈએ છે. આપણા શાસ્ત્રો ધર્મ ગ્રંથોમાં પાણીને મહત્ત્વ આપવામાં આવ્યું છે.
  • જયાં પાણી નથી ત્યાં રણ છે, જ્યાં રણ છે ત્યાં પાણી નથી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024