અમદાવાદ : આધારકાર્ડ કાઢવા મુદ્દે કલેક્ટરનો આદેશ !

પોસ્ટ કેવી લાગી?
  • અમદાવાદ જિલ્લામાં લોકોને આધારકાર્ડ કઢાવવામાં તકલીફ ન પડે તે માટે જિલ્લા કલેક્ટરે આધારકાર્ડ કાઢતી નોડલ એજન્સીને  પુરતી  વ્યવસ્થા ગોઠવવાની સુચના આપી હતી. 
  • જેમાં કોઇપણ તાલુકા કે જિલ્લાના આધારકાર્ડ કાઢી અપાશે તેવી સુચનાઓ  દરેક આધારકાર્ડ કેન્દ્ર પર  નોટિસ બોર્ડ પર લગાવવાની રહેશે. 
  • કોમ્પ્યુટર ઓપરેટરો માટે જરૂરી તાલીમ વર્ગ યોજવા તેમજ કલેક્ટરની અધ્યક્ષતામાં  સમયાંતરે વીડિયો કોન્ફરન્સથી ઓપરેટરોને નજીકની મામલતદાર કચેરીએ બોલાવીને જરૂરી માર્ગદર્શન આપવાનું પણ નક્કી કરાયું છે.
  • અમદાવાદ જિલ્લામાં કેટલાક આધારકાર્ડ કેન્દ્રોમાં વિસ્તારોના રહીશોને પુરતા જ આધારકાર્ડ કાઢી અપાતા હતા. જેમાં અરજદારોને ભારે મુશ્કેલી પડી રહી હતી.
  • સવારે થી સાંજ સુઘી લાઇનોમાં ઉભા રહેવા છતાં ભીડના કારણે આધારકાર્ડ કાઢી આપવામાં આવતા નથી સાંજે 4 વાગ્યે ઓફિસ બંદ કરીદે છે જેના કારણે બીજા દિવસે પણ આધારકાર્ડ માટે ફેરા કરવા પડે છે.
  • આ સ્થિતિમાં અરજદારો જ્યાં ભીડ ન હોય તેવા કેન્દ્રોમાં જાય તો તેઓને વિસ્તાર બહારના ગણીને  ત્યાંથી આધારકાર્ડ કાઢી આપવામાં આવતા નથી .
  • હાલમાં સ્કૂલના પ્રવેશફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં આધારકાર્ડ કઢાવાવા માટે વાલીઓ આધારકાર્ડ કેન્દ્રોમાં ઉમટી રહ્યા છે. ત્યારે આ સ્થિતિમાં અરજદારો ઘણી મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. 
  • આ તમામ અરજદારોની મુશ્કેલીઓ દુર કરવા માટે  કલેક્ટરે તમામ કેન્દ્રોને કોઇપણ અરજદારને આધારકાર્ડ કાઢી આપવાની સુચના આપી છે.
  • જિલ્લામાં અરજદારોને હાલાકી પડતી હોય તેવા વિસ્તારોમાં વધારે  આધારકાર્ડ કેન્દ્રો ખોલવાની પણ સૂચના આપી હતી..

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures