પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડયુટીમાં વધારો.

પોસ્ટ કેવી લાગી?
 • આંતરરાષ્ટ્રીય બજાર સસ્તા ક્રૂડ ઓઇલનો લાભ દેશની પ્રજાને આપવાને બદલે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડયુટી વધારી દીધી છે.
 • સરકારે આજે એક લિટર પેટ્રોલ અને ડીઝલ પર 3 રૂપિયા એક્સાઇઝ ડયુટી વધારવાનો નિર્ણય લીધો છે.
 • સરકારના આ નિર્ણયથી સરકારની વાર્ષિક આવકમાં 39,000 કરોડ રૂપિયાનો વધારો થશે. આ અગાઉ જ્યારે 2014-15માં ક્રૂડ ઓઇલના ભાવ ઘટયા હતાં ત્યારે પણ સરકારે નીચા ક્રૂડ ઓઇલના ભાવનો લાભ ગ્રાહકોને આપવાને બદલે એક્સાઇઝ ડયુટી વધારી દઇને પોતાની આવક વધારી લીધી હતી. 
 • આ સાથે જ એક લિટર પેટ્રોલ પર કુલ એેક્સાઇઝ ડયુટી વધીને 22.98 રૂપિયા અને એક લિટર ડીઝલ પર કુલ એક્સાઇઝ ડયુટી વધીને 18.83 રૂપિયા થઇ ગઇ છે.
 • આ પરથી ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. 3 રૂપિયા એક્સાઇઝ ડયુટી વધાર્યા પછી આજે પેટ્રોલના ભાવમાં 13 પૈસા અને ડીઝલના ભાવમાં 16 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 
 • એક- દોઢેક વર્ષના સમયગાળામાં પેટ્રોલ પરની એક્સાઇઝ ડયુટીમાં કુલ 11.77 રૂપિયા અને ડીઝલ પરની એક્સાઇઝ ડયુટીમાં કુલ 13.47 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
 • જો કે જુલાઇ, 2019માં ફરીથી એક્સાઇઝ ડયુટીમાં ફરીથી 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 
 • પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડયુટીમાં વધારો કરવા બદલ કોંગ્રેસે કેન્દ્ર સરકારની ટીકા કરી છે.
 • કોંગ્રેસે માંગ કરી છે કે સરકાર એક્સાઇઝ ડયુટી વધારવાને બદલે ક્રૂડના નીચા ભાવનો લાભ પ્રજાને આપે.
 • કોંગ્રેસે વધુ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારે એક્સાઇઝ ડયુટી વધારવાને બદલે પેટ્રોલ-ડીઝલ સસ્તાં કરવા જોઈએ.
 • કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે મોદી સરકાર એક્સાઇઝ ડયુટી વધારી પ્રજાને લૂટી રહી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures