IIT Madras
આઇઆઇટી મદ્રાસ (IIT Madras) માં છેલ્લા બે અઠવાડિયામાં કોરોનાના 71 કેસ સામે આવ્યા છે. જેમાંથી 66 વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે. સ્વાસ્થ્ય અધિકારીઓના કહેવા મુજબ, રવિવારે કેમ્પસમા કોરોના વાઇરસના 32 નવા કેસ નોંધાયા છે.
તમિલનાડુ સરકારએ કેમ્પસમા હાજર વિદ્યાર્થીના કોરોના ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. કેમ્પસમા પણ થોડા સમય માટે લોકડાઉન લાગુ કરાયુ છે. લાઇબ્રેરી- લેબને પણ બંધકરી દેવામાં આવી છે. આઇઆઇટી મદ્રાસએ રવિવારે નિવેદન જાહેર કર્યુ છે કે, બધા વિભાગોને તાત્કાલિક ધોરણે બંધ કરવામા આવ્યા છે.
આ પણ જુઓ : 15 ડિસેમ્બરે PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, કચ્છની લેશે મુલાકાત
કૃષ્ણા હોસ્ટેલમા 22 જ્યારે જમુના હોસ્ટેલમા 20 કેસ સામે આવ્યા છે. 408 વિદ્યાર્થીના સેમ્પલ ટેસ્ટ માટે આપવામા આવ્યા છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.
