Ahmadabad
- વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર સમગ્ર દુનિયામાં હજી પણ યથાવત છે.
- ત્યારે ગુજરાતમાં સૌથી વધારે પરિસ્થિતિ ખરાબ (Ahmadabad) અમદાવાદની છે.
- રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ Ahmadabad માં છે તથા શહેરમાં કોરોના કેસોની સંખ્યા 25,000 ની પાસે પહોંચી ગયો છે.
- આ ઉપરાંત ગુજરાતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે.
- રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા 124 દિવસની અંદર 50,000ની પાર જોવા મળી રહ્યો છે.
- નિષ્ણાંતો ગુજરાતમાં કોરોનાના સંક્રમણથી હેરાન છે.
- નિષ્ણાંતોના મત મુજબ રાજ્યમાં કોરોના વાયરસના બે પ્રકાર છે, જે લોકોને પોતાની ઝપેટમાં લઇ રહ્યાં છે.
- ગુજરાતને લઇને કરાયેલા એક અધ્યનમાં સામે આવ્યું છે કે ગુજરાતમાં કોવિડની જેનટિક પ્રોફાઇલ દેશના અન્ય ભાગ અને દુનિયાથી અલગ છે.
- ગુજરાતમાં ‘o’ ક્લેડ સૌથી વધારે છે.
- તેમજ અમદાવાદ (Ahmadabad) માં કુલ ર૪,ર૦પ કેસ નોંધાઇ ચૂકયા છે.
- તથા અમદાવાદમાં અગાઉ કોટ વિસ્તાર સહિતનો મધ્ય ઝોન કોરોનાનું એપી સેન્ટર હતો.
- જોકે મધ્ય ઝોનમાં ગીચતા વધુ હોઇ સંક્રમણ વધ્યું હતું અને હવે આ ઝોનમાં હર્ડ ઇમ્યુનિટીનો તબક્કો શરૂ થતાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.
- તો બીજી તરફ હવે પશ્ચિમ અમદાવાદ (Ahmadabad) કોરોના સંક્રમણની દૃષ્ટિએ ભયજનક બન્યો છે.
- જો કે, હવે જુલાઇમાં તો કોરોનાના કેસમાં વધુ ઘટાડો નોંધાઇ રહ્યો છે.
- એટલે કે શહેરમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો થઇ રહ્યો છે.
- આ જે બાબત નાગરિકો માટે રાહત આપનારી છે.
- તેની સાથે અમદાવાદ (Ahmadabad) શહેરમાં હજુ કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયું ન હોવાનો મ્યુનિ. તંત્રે દાવો કર્યો છે.
- આ બાબતથી પણ અમદાવાદીઓ કંઇક અંશે હાશકારો અનુભવી શકશે.
- જોકે શહેરમાંથી કોરોના હજુ સુધી ગયો નથી.
- તેમજ ચોમાસાની ભેજવાળી ઋતુમાં કોરોના ફરી ગતિ પકડી શકે છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow