Paresh Rawal

  • મહેસાણાના વિસનગર ખાતેના જુગાર ધામમાં અભિનેતા અને BJP ના પૂર્વ MP પરેશ રાવલ (Paresh Rawal) ના ભાઈ રેડમાં પકડાયા છે. 
  • વિસનગરના મથુરદાસ ક્લબના મકાનમાં ચાલતા જુગારધામ પર રેડ પાડવામાં આવી હતી. જેમાં 20 જુગારીની ધરપકડ કરી છે.
  • જુગારીઓમાંથી મુખ્ય સંચાલક કિર્તીકુમાર રાવલ અને હિમાંશુ રાવલ ફિલ્મ અભિનેતા અને ભાજપના પૂર્વ સાંસદના ભાઈ હોવાનું પોલીસે જણાવ્યું છે.
  • જેમાં હિમાંશુ પરેશ રાવલના સગાભાઈ અને કિર્તીકુમાર ફઈના દિકરા હોવાનું બહાર આવ્યું છે.
  • વિસનગર શહેરમાં આવેલ મથુરદાસ ક્લબમાં ચાલી રહેલા હાઇપ્રોફાઇલ જુગાર ધામ પર પોલીસે રેડ પાડીને મોટા માથા એવા 20 જુગારીઓને 1,94,૦૦૦ની રોકડ સાથે ઝડપી પાડતાં ચકચાર મચી જવા પામી હતી.
  • બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી ચાલતું આ જુગાર ધામ ભાજપના પૂર્વ સાંસદ (Paresh Rawal) પરેશ રાવલના સગા ભાઈ હિમાંશુ રાવલ અને ફોઈના દીકરા કિર્તી રાવલ દ્વારા ચલાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.
  • તો બાબત સામે આવતા સમગ્ર જિલ્લામાં ભાજપ-કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો.
  • શ્રાવણ માસના પ્રથમ દિવસે જ મહેસાણા એલસીબી અને પેરોફોલો સકોર્ડ મહેસાણા દ્વારા રેડ પાડવામાં આવી હતી.
  • આ રેડમાં  ૧.૯૪ લાખની રોકડ રકમ, ૧૬ મોબાઇલ અને ત્રણ વાહન મળી ૬.૩૩ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. 
  • તમામ જુગારીઓ સામે જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
  • બે ઈકો ગાડીમાં બહારથી જુગારીયાઓને જુગાર રમવા વિસનગર લઈ આવ્યા હતા.
  • જે પોલીસે પકડયા તેમાં બે ઇકો ગાડી બહારથી આવી હતી.
  • પરેશ રાવલના પિતરાઇ ભાઇ કિર્તી રાવલ વિસનગરમાં જુગારધામ ચલાવતા હતા. 
  • Paresh Rawal નો ભાઇ હિંમાશુ રાવલ પણ જુગાર રમતા પકડાયો છે. 
  • લોકડાઉનમાં હિમાંશુ રાવલ બોમ્બેથી વિસનગર ખાતે રહેવા આવ્યો હતો. 
  • મહેસાણાના વિસનગર કૃષ્ણ સિનેમા પાસે મથુરદાસ કલબ આવેલી છે. 
  • આ અંગે મહેસાણાના વિસનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024