PM Narendra Modi
- PM નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે એક આંતરરાષ્ટ્રીય મંચને સંબોધન કરવાના છે.
- ભારતીય સમય મુજબ આજે રાતે 8.30 વાગે PM નરેન્દ્ર મોદી (Narendra Modi) ઈન્ડિયા આઈડિયાઝ સમિટ (India Ideas Summit)ને સંબોધન કરશે.
- આ શિખર સંમેલન પર દુનિયાભરની નજર રહેશે.
- અમેરિકા-ભારત વેપાર પરિષદ (USIBC)એ આ સંમેલનનું આયોજન કર્યું છે.
- સંમેલનની થીમ સારા ભવિષ્યનું નિર્માણ છે. સંમેલનમાં બંને દેશો વચ્ચે વેપાર અને સહયોગ પર ચર્ચા થશે.
- PM નરેન્દ્ર મોદી (Narendra Modi) કોવિડ-19 બાદની દુનિયામાં પ્રમુખ ભાગીદાર અને આગેવાન તરીકે અમેરિકા અને ભારતને લઈને સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓને સંબોધિત કરશે.
- અમેરિકા અને ભારતની મુખ્ય ભાગીદારી ધરાવતું આ બે દિવસનું શિખર સંમેલન છે જેને ડિજિટલ માધ્યમથી આયોજિત કરવામાં આવી રહ્યું છે.
- યુએસઆઈબીસીએ જણાવ્યું કે ‘આ શિખર સંમેલનમાં ભારત સરકાર અને અમેરિકાની સરકારના ટોચના અધિકારીઓ એક સાથે આવશે જે મહામારી બાદ બહાર આવવાની રૂપરેખા પર કામ કરી રહ્યાં છે.’
- શિખર સંમેલનમાં ટોચની અમેરિકી અને ભારતીય કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ થશે.
- આ અધિકારીઓમાં યુએસઆઈબીસીના 2020 ગ્લોબલ લીડરશિપ એવોર્ડ વિજેતા લોકહિડ માર્ટીન કોર્પોરેશનના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) જિમ ટૈસલેટ અને ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનનો સમાવેશ થાય છે.
- આ વર્ષના શિખર સંમેલનને સંબોધન કરનારાઓમાં અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ, ભારતના વિદેશમંત્રી એસ જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ, વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલ સામેલ છે.
- તથા અમેરિકાના સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગના નાયબમંત્રી એરિક હેગન, વર્જિનિયાના સેનેટર માર્ક વોર્નર, કેલિફોર્નિયાના અમેરિકી પ્રતિનિધ એમી બોરા, રાજદૂત કેનેથ જસ્ટર, અને અન્ય અનેક હસ્તીઓ સામેલ છે.
- યુએસઆઈબીસીએ જણાવ્યું કે યુએસઆઈબીસી અમેરિકા-ભારત ભાગીદારી વધારવા માટે 45 વર્ષથી થતા આવતા કામનો જશ્ન મનાવી રહ્યું છે.
- યુએસઆઈબીસી ગ્લોબલ બોર્ડના અધ્યક્ષ અને નુવીનના કાર્યકારી ચેરમેન વિજય આડવાણીએ જણાવ્યું કે, ‘અમે અમેરિકા-ભારત કારોબાર પરિષદની 45મી વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાન મોદી જોડાયા તેનાથી સન્માનિત થયા છીએ.
- જેમ કે PM નરેન્દ્ર મોદી (Narendra Modi) કોવિડ 19ના સ્વાસ્થ્ય પ્રભાવ અને સંબંધિત વૈશ્વિક આર્થિક મંદીના બેવડા પડકારનો સામનો કરી રહ્યાં છે.
- તેમણે આર્થિક નવીનીકરણ અને સમાવેશી અવસરના એક યુગની શરૂઆત કરવામાં ભારત અને અમેરિકાની ભાગીદારીના મહત્વને સ્પષ્ટ કર્યું છે.
- યુએસઆઈબીસીના અધ્યક્ષ નિશા બિસ્વાલે કહ્યું કે ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત અમેરિકી પ્રશાસન સાથે જોડાવના માધ્યમથી અમેરિકા અને ભારત સંબંધોને નવી ઊંચાઈ પર પહોંચાડ્યા છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow