Ahmadabad માં કોરોનાનો કહેર : કોરોનાના કેસ 25 હજાર નજીક

પોસ્ટ કેવી લાગી?

Ahmadabad

  • વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર સમગ્ર દુનિયામાં હજી પણ યથાવત છે.
  • ત્યારે ગુજરાતમાં સૌથી વધારે પરિસ્થિતિ ખરાબ (Ahmadabad) અમદાવાદની છે.
  • રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ Ahmadabad માં છે તથા શહેરમાં કોરોના કેસોની સંખ્યા 25,000 ની પાસે પહોંચી ગયો છે.
  • આ ઉપરાંત ગુજરાતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. 
  • રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા 124 દિવસની અંદર 50,000ની પાર જોવા મળી રહ્યો છે.
  • નિષ્ણાંતો ગુજરાતમાં કોરોનાના સંક્રમણથી હેરાન છે.
  • નિષ્ણાંતોના મત મુજબ રાજ્યમાં કોરોના વાયરસના બે પ્રકાર છે, જે લોકોને પોતાની ઝપેટમાં લઇ રહ્યાં છે. 
  • ગુજરાતને લઇને કરાયેલા એક અધ્યનમાં સામે આવ્યું છે કે ગુજરાતમાં કોવિડની જેનટિક પ્રોફાઇલ  દેશના અન્ય ભાગ અને દુનિયાથી અલગ છે.
  • ગુજરાતમાં ‘o’ ક્લેડ સૌથી વધારે છે. 
  • તેમજ અમદાવાદ (Ahmadabad) માં કુલ ર૪,ર૦પ કેસ નોંધાઇ ચૂકયા છે.
  • તથા અમદાવાદમાં અગાઉ કોટ વિસ્તાર સહિતનો મધ્ય ઝોન કોરોનાનું એપી સેન્ટર હતો. 
  • જોકે મધ્ય ઝોનમાં ગીચતા વધુ હોઇ સંક્રમણ વધ્યું હતું અને હવે આ ઝોનમાં હર્ડ ઇમ્યુનિટીનો તબક્કો શરૂ થતાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.
  • તો બીજી તરફ હવે પશ્ચિમ અમદાવાદ (Ahmadabad) કોરોના સંક્રમણની દૃષ્ટિએ ભયજનક બન્યો છે.
  • જો કે, હવે જુલાઇમાં તો કોરોનાના કેસમાં વધુ ઘટાડો નોંધાઇ રહ્યો છે.
  • એટલે કે શહેરમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો થઇ રહ્યો છે.
  • આ જે બાબત નાગરિકો માટે રાહત આપનારી છે.
  • તેની સાથે અમદાવાદ (Ahmadabad) શહેરમાં હજુ કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયું ન હોવાનો મ્યુનિ. તંત્રે દાવો કર્યો છે. 
  • આ બાબતથી પણ અમદાવાદીઓ કંઇક અંશે હાશકારો અનુભવી શકશે.
  • જોકે શહેરમાંથી કોરોના હજુ સુધી ગયો નથી.
  • તેમજ ચોમાસાની ભેજવાળી ઋતુમાં કોરોના ફરી ગતિ પકડી શકે છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures