• ચીનમાં કોરોનાવાયરસને કારણે હાહાકાર મચી ગયો છે. ત્યારે આને કારણે ચીનમાં 350થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
  • ચીનમાં ગયેલા ભારતનાં લોકોને સરકાર પરત લાવી રહી છે. સોમવારે ચીનથી ભારત આવેલા બનાસકાંઠાનાં 42 અને સાબરકાંઠા જિલ્લાનાં 5 વિદ્યાર્થીઓનું મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.ત્યારે સાબરકાંઠાનાં બે વિદ્યાર્થીઓ સ્થાનિક સ્ક્રિનિંગમાં શંકાસ્પદ જણાતા તેમને હાલ આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યાં છે. આ બે વિદ્યાર્થીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એક વિદ્યાર્થીને રજા આપવામાં આવી છે. જ્યારે અન્યને આજે સાંજે રજા આપવામાં આવી શકે છે.
  • આ સાથે – સાથે મહેસાણાની એક વિદ્યાર્થી સ્ક્રિનિંગ બાદ ઘરે ગયા પછી ખાંસી અને તાવની તકલીફ થતાં તેને પણ આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી છે. તેનો રિપોર્ટ પણ હજી તપાસમાં મોકલેલો છે. મહત્વનું છે કે, સોમવારે ચીનથી ભારત આવેલા બનાસકાંઠાનાં 42 અને સાબરકાંઠા જિલ્લાનાં 5 વિદ્યાર્થીઓનું મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.
  • ચીને કોરોનાવાયરસ સામે લડવા માટે માત્ર 8 દિવસમાં આખી હૉસ્પિટલ તૈયાર કરી દીધી છે. આ હૉસ્પિટલ ચીનના વુહાન શહેરમાં બનાવવામાં આવી છે, જ્યાં કોરોનાવાયરસે સૌથી વધુ કહેર મચાવ્યો છે.
  • ચીને કોરોનાવાયરસનાં વધતા ખતરાને જોતાં રેકોર્ડ સમયમાં બે હૉસ્પિટલ બનાવવાની વાત કરી હતી. હવે પહેલી હૉસ્પિટલ બનીને તૈયાર છે અને સોમવારથી તેને દર્દીઓ માટે ખુલી મૂકવામાં આવશે.
  • કોરોનાવાયરસ માટે હજુ સુધી કોઈ રસી અને દવા ઉપલબ્ધ બની નથી.
  • કોરોના વાયરસમાં કોઈપણ પ્રકારની એન્ટિબાયોટીક કામ કરતી નથી. તો કોરોના વાયરસનાં લક્ષણો જાણીએ.
  • વારંવાર તાવ આવવો અથવા ઉંચા તાપમાને તાવ આવવો.
  • તાવ પછી લાંબા સમય સુધી ઉધરસ રહેવી.
  • માથાનો દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ રહેવી.
  • કોરોનાવાયરસ રોગના લક્ષણોમાાં ભારે તાવ, કફ, શરદી, શ્વાસ લેવામાાં તકલીફ વગેરે જોવા મળે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024