• ચીનમાં કોરોનાવાયરસ અંગે ભારતમાં પણ ડરનો માહોલ ફેલાઈ ગયો છે.
  • ત્યારે ગુજરાતના રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ, જૂનાગઢ સહિત નવ શહેરોના વિદ્યાર્થીઓ ચીનમાં અભ્યાસ કરી રહ્યા છે.
  • જે બાળકો ચીનમાં અભ્યાસ કરી રહ્યાં છે તે પરિવારોની અંદર ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
  • જો કે, પરિવારજનોને પોતાના સંતાનો સાથે દરરોજ વાતચીત થતી હોવાથી તેઓ હાશકારો અનુભવે છે. તો બીજી બાજુ કલેક્ટર તંત્ર તરફથી પણ જેમના દીકરી-દીકરી ચીનમાં ફસાયા છે તેમના પરિવારોનો સંપર્ક કરીને તમામ પ્રકારની મદદ માટે ખાતરી આપવામાં આવી છે.
  • નિમાવત પરિવારના દીકરા અમનનું એવું કહેવું છે કે, “યુનિવર્સિટીનું મેનેજમેન્ટ છે ત્યાં ચાઈનીઝ કેન્ટીન છે, જે ગવર્મેન્ટ માન્ય છે. ત્યાં પ્યુરીફાય કરેલું પાણી જ આપવામાં આવે છે.
  • અત્યારે શિયાળું વેકેશન છે. મેનેજમેન્ટ તરફથી પૂરો સપોર્ટ છે. તે નાનચાંગ સિટીમાં રહે છે, જે જીયાંક્ષી પ્રોવિન્સમાં આવે છે. અમન ત્યાં યુનિવર્સિટી ઑફ જીયાંક્ષી યુનિવર્સિટી ઓફ ટ્રેડિશનલ કોર્ષમાં અભ્યાસ કરે છે.”
  • નિમાવત પરિવારનો દીકરો અમન છેલ્લા ચાર વર્ષથી ચીનમાં એમ.બી.બી.એસનો અભ્યાસ કરે છે.
  • જિયાંક્ષી પ્રોવિન્સમાં કુલ 36 કેસ થયા છે.બીજી તરફ રાજકોટ કલેકટર તંત્રને પણ અમનના પરિવારનો સંપર્ક કર્યો છે.
  • કલેકટર તંત્ર દ્વારા નિમાવત પરિવારને મદદની તમામ ખાતરી આપવામાં આવી છે. તંત્રએ કહ્યું છે કે જે પ્રકારની મદદ જોઈતી હશે તે પૂરી પાડવામાં આવશે.
  • રાજકોટ ના કલેકટરે જણાવ્યું હતું કે, “ચીનમાં ફસાયેલા રાજકોટના વિદ્યાર્થીઓ, વેપારીઓ, પર્યટકોના પરિવારજનો કલેકટર તંત્રનો તાત્કાલિક સંપર્ક કરે.
  • કોરોનાવાઇરસના કારણે જે પણ રાજકોટની વ્યક્તિ ચીનમાં ફસાયેલી હશે તેમજ જો તેને ભારત પરત આવવું હશે તો કલેકટર તંત્ર દ્વારા તેમને પરત લાવવા માટેના પૂરતા પ્રયાસો કરવામાં આવશે.અને તેમની સારવાર પણ કરવામાં આવશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024