• ચીનમાં કોરોનાવાયરસને લઈ હાહાકાર મચી ગયો છે.ત્યારે અમદાવાદ એરપોર્ટ પર હેલ્થ ટીમને સજ્જ કરાય છે.
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ ટીમ તૈયાર કરી છે.
  • અમદાવાદ ઈન્ટરનેશન એરપોર્ટના આગમન ગેટની અંદરની તરફ હેલ્થ ટીમ  દેશ વિદેશથી આવતા પ્રવાસીઓનું ચેકિંગ કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • પ્રવાસીઓએપહેલા તે ક્યા દેશમાંથી આવ્યા છે તે પ્રાથિમક પુરાવો આપવાનો રહેશે.અને જો કોઈ પ્રવાસીને લક્ષણ દેખાશે.જેમાં કફ, તાવ જેવા લક્ષણો હશે તો તેનું સેમ્પલ લેવામાં આવશે અને સીવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી આજે અમદાવાદ એરપોર્ટની મુલાકાત લીધી હતી.
  • ભાવિન સોલંકીએ જણાવ્યુ હતુ કે 24 કલાક હેલ્થ ટીમ એરપોર્ટ પર સજ્જ રહેશે.જેમા ત્રણ ટીમ,ત્રણ શીફ્ટમા કામ કરશે.અને પેરામેડિકલ ટીમ અને ડોકટર ઉપસ્થિત રહેશે.
  • જો કે,વાયરસ છે જેમા કફ, તાવ જેવા લક્ષણો હોય છે. આવા લક્ષણ દેખાતા પ્રવાસીઓનુ ચેકિંગ કરવામાં આવશે.
  • ગુજરાતમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ચીન ગયા છે.અને વાયરસના કારણે ફસાયા છે.તેવા વિદ્યાર્થીઓને પણ વતન લાવવા માટે સરકાર મદદ કરી રહી છે.અને હેલ્પ નંબર પણ શરુ કર્યા છે.અને હેલ્પ નંબર પર વાલીઓ ફોન કરીને વિદ્યાર્થીઓ ચીનમાં ક્યા રહેશે તેની માહિતી સરકારને આપી શકશે. અને સરકાર પણ વિદ્યાર્થીઓને મદદ અને સહાય કરશે.
  • જો કે, ચીનથી જે પણ વિદ્યાર્થીઓ ગુજરાત આવશે તેનુ પણ હેલ્થ ચેકિંગ કરવામાં આવશે.જોકે અત્યાર સુધી માં કોઈ ચીનથી અમદાવાદ આવ્યા નથી.
  • બીજા એરપોર્ટ પર પણ ચેકિંગ શરુ કરાયુ છે.
  • જોકે અમદાવાદ એરપોર્ટ પર ચીનથી કોઈ સીધી ફ્લાઈટ નથી.પરંતુ જે પ્રવાસીઓ આવે છે તે દિલ્હી અથવા તો મુંબઈ પરથી ફરીને આવે છે.તેમ છતા પણ અમદાવાદ એરપોર્ટ પર કોરોનાવાયરસને લઈ હેલ્થ ટીમ તૈયાર કરાઈ છે.


તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024