Covid19

Covid19

કોરોના (Covid19)નો કહેર હજી પણ એમ નો એમ યથાવત છે. કોરોનાની ઝપેટમાં નેતાઓ તેમજ મોટી મોટી હસ્તીઓ પણ આવી ગઈ છે. ત્યારબાદ પંજાબના અકાલી દળના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પ્રકાશ સિંઘ બાદલના પરિવાર પણ કોરોના (Covid19)ની ઝપેટમાં આવી ગયો છે. બઠિંડામાં આવેલા પ્રકાશ સિંઘ બાદલના બંગલાને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પરિવર્તિત કરી નાખવામાં આવ્યો હતો. એટલુંજ નહિ પરંતુ આ પરિવારની સુરક્ષા માટે અપાયેલા પોલીસ દળના એક સાથે 19 જવાનો પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

આ પણ જુઓ : HNGU : યુનિવર્સિટીની બીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષાની તારીખો જાહેર કરાઈ

ત્યારબાદ પ્રકાશ સિંઘ બાદલ, સુખબીર સિંઘ બાદલ અને કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલે પોતાને આઇસોલેટ કરી લીધાં હતાં. તેઓ પોતાના પરિવાર સાથે ચંડીગઢ ચાલ્યા ગયા હતા જ્યાં તેમણે સ્વૈચ્છિક આઇસોલેશન સ્વીકાર્યું હતું. પ્રકાશ સિંઘ બાદલના ગામમાં આવેલી સિવિલ હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર મંજુએ આ સમાચારને સમર્થન આપ્યું હતું કે બાદલ પરિવારના મકાનને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ફેરવી દેવામાં આવ્યું હતું.

આ પણ જુઓ : Government એ આ ડોક્યુમેન્ટ્સ રિન્યુઅલની મુદત 31 ડિસેમ્બર સુધી વધારી

પ્રકાશ સિંઘ બાદલના ઘરે રસોઇયા તરીકે કામ કરતી વ્યક્તિ અને એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ બાદલ પરિવારની સુરક્ષા માટે અપાયેલા પોલીસ દળના જવાનોના ટેસ્ટ કરવામાં આવતા 19 પોલીસ જવાનો કોરોના પોઝિટિવ આવ્યા હતા. હવે બાદલ પરિવારના સભ્યોના સેમ્પલ લેવામાં આવશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024