• જાણીતા ફિલ્મ ફોટોગ્રાફર ડબ્બૂ રતનાની હાલમાં જ તેનું ફેમસ 2020 કેલેન્ડર લોન્ચ કર્યું. આ કેલેન્ડરમાં તેમણે જે કિયારા અડવાણીની તસવીર શૂટ કરી છે તેને લઇને સોશિયલ મીડિયામાં અનેક સવાલ ઊભા થયા છે.
  • આ ફોટોશૂટના પોઝને બીજા ફોટોની કોપી કહેવામાં આવ્યો છે. કિયારા અડવાણી ના આ ટોપલેસ ફોટોશૂટમાં તેમણે કિયારાને એક પત્તાની પાછળ ઊભી રાખી છે. આ બોલ્ડ ફોટોશૂટ ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો.જો કે એક યુઝર્સનું કહેવું છે કે ઇન્ટરનેશનલ ફોટોગ્રાફર મૈરી બર્શ (Marie Barsch) પહેલા જ આ પ્રકારના ફોટોશૂટમાં પોઝ ક્લિક કરી ચૂકી છે. લોકોનું કહેવું છે કે ફોટોગ્રાફર ડબ્બૂ રતનાની એ આ પોઝ અહીંથી જ કોપી કર્યું છે. જો કે હવે ડબ્બૂએ આ વાતનો જવાબ આપ્યો છે.

ફોટોગ્રાફર ડબ્બૂ રતનાનીએ ટ્રોલર્સને જવાબ આપ્યો કે આ કોઇનો આઇડિયા કોપી નથી. પણ 2002માં તેમણે જ ક્રિએટ કરેલા તબ્બૂના બોલ્ડ લૂકનો રિક્રિએટ છે. ડબ્બૂએ તબ્બૂની આ ફોટો પણ શેયર કરી છે.

  • તેમણે વધુમાં આગળ લખ્યું કે 2020માં કેલેન્ડરમાં કિયારા અડવાણીના પત્તા સાથે ના આ સુંદર ફોટોને લઇને અનેક વાતો થઇ રહી છે. જો હું મારા કેમેરાને બીજી વાર ઉપયોગ કરું છું તો હું પોતાના કોન્સેપ્ટનો પણ બીજી વાર ઉપયોગ કરી શકું છું.પણ હું માનું છું કે મેં ચોરી નથી કરી. મેં મારા પોતાના આઇડિયાનો ફરી ઉપયોગ કર્યો છે.
  • આ સમગ્ર ઘટના પરથી ઉલ્લેખનીય છે કે મૈરી બર્શની આ તસવીરમાં મોડેલ પોતાના હાથમાં એક પત્તું પકડી રાખ્યું છે અને ટોપલેસ થઇને પોઝ આપ્યો છે. જે કિયારાના પોઝથી ખૂબ જ મળતો આવે છે. માટે આ તસવીર પર કોન્સેપ્ટ ચોરીનો આરોપ સોશિયલ મીડિયામાં લગાવવામાં આવી રહ્યો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024