Dec Patan : District Education Committee Patan

Dec Patan : District Education Committee Patan @decpatan.in

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ-૧૭૪૯ તથા તે આનુસંગિક બનેલ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો-૧૯૪૯ આધારે દરેક જીલ્લા તથા નગરપાલિકામાં સ્કુલબોર્ડની રચના કરવામાં આવે છે.અને આ સ્કુલબોર્ડ (જિ.પં,શિ.સમિતિ) (Dec Patan) પોતાના કાર્યક્ષેત્ર વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ અંગેની સત્તાઓ,ફરજો અને નાણાકીય સાધનોનું નિયંત્રણ અને માર્ગદર્શનનું કાર્ય ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા વડી કચેરી પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીના સુચન અનુસાર તેમજ ગુજરાત પંચાયત અધિનિયમ,૧૯૯૩ ની કલમ-૧૪૫(૧)-૩ના પ્રબંધ પ્રમાણે જિ.પં.ના શિક્ષણને લગતા કાર્યો બજાવવા અને સાહિત્યિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિ ચલાવવાની જવાબદારી આ સમિતિને (સ્કુલબોર્ડને) સોપેલ છે.

જાણો Dec Patan શું કાર્યો કરે છે? @decpatan.in

તા.૨/૧૦/૧૯૯૭ થી પાટણ જીલ્લાની નવરચના થયેલ છે તેમજ તા.૧/૧/૯૯ થી જીલ્લા શિક્ષણ સમિતિ,જિ.પં.પાટણ અસ્તિત્વમાં આવતા પાટણ જિલ્લા પંચાયત કાર્યક્ષેત્ર વિસ્તારમાં પ્રારંભિક શિક્ષણની જવાબદારી આ (Dec Patan) સમિતિ સંભાળે છે.સમિતિ રાષ્ટ્રની નીતિ અને રાષ્ટ્રની યોજનાના માળખામાં રહીને જિલ્લામાં શિક્ષણનું આયોજન,શિક્ષણ કાર્યની મોજણી અને મૂલ્યાંકન,પોતાના વિસ્તારમાં ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને માન્યતા,સમિતિ દ્વારા ચાલતી શાળાઓનું નિરીક્ષણ અને તેની પરીક્ષા લેવાની કામગીરી, શિક્ષણ અંગેના ફંડ સ્વીકારવા અને તેનો વહીવટ કરવા તથા જીલ્લાની સમગ્ર શૈક્ષણિક પ્રવૃતિને મદદ,દોરવણી અને ઉત્તેજન આપવાની કામગીરી(જવાબદારી) સંભાળે છે.સાથોસાથ પ્રા.શિ.ના મહેકમ સંબધિત તેમજ પ્રા.શાળાઓના મિલ્કત ઉભી કરવી,જાળવણી કરવી,કે સવર્ધિત કરવાની કામગીરી પણ કરે છે.

બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ-૨૦૦૯ તા.૧/૪/૧૦ થી ગુજરાતમાં લાગું પડતા આ અધિનિયમની કલમ ૯ માં વર્ણવેલ સ્થાનિક સત્તાતંત્રની ફરજો તથા અધિનિયમની અન્ય જોગવાઈઓ તેમજ આ અંગે નક્કી કરેલ ગુજરાત બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણ અધિકાર નિયમો-૨૦૧૨ માં માર્ગદર્શિત કરેલ નિયમો વડે ધોરણ ૧થી૮ ના પ્રારંભિક શિક્ષણની સઘળી જવાબદારી સમિતિ પોતાના કાર્યક્ષેત્ર વિસ્તાર માટે સંભાળે છે.

Dec Patan : CONTACT INFO @decpatan.in

Address: Jilla Panchyat Patan,Opp HNGU University Patan

Patan city, India

Phone : (02766) 234239

Email : dpcpatan@gmail.com

Dec Patan – APPLICATION FORM DOWNLOAD @decpatan.in

1  મકાન પેશગી ફોર્મ    Download


2 લીંક ઇન્સ્યોરન્સ ફોર્મ    Download


3 ઉચ્ચ અભ્યાસ માટે NOC ફોર્મ    Download


4 પાસપોર્ટ માટે NOC ફોર્મ    Download


5 CPF ખાતું ખોલાવવા માટેનું ફોર્મ    Download


6 GPF જિલ્લા ફેરબદલ ફોર્મ    Download


7 GPF આખરી ઉપાડનું ફોર્મ    Download


8 વારસદાર દ્રારા GPF આખરી ઉપાડનું ફોર્મ    Download


9 GPF ખાતું ખોલાવવા માટેનું ફોર્મ    Download


10 GPF પાર્ટ ફાઈનલ ઉપાડ ફોર્મ    Download


11 ચાલું નોકરીએ અવસાન પામેલ પ્રાથમિક શિક્ષકોના આશ્રીત કુટુંબને ઉચ્ચક નાણાંકીય સહાય ચૂકવવા માટેની મંજુરી મેળવવા અંગેનું ચેકલીસ્ટ    Download


Dec Patan 12 જીલ્લા ફેરબદલી માટેનું અરજી ફોર્મ    Download

વધુ માહિતી માટે – DEC Patan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024