વિદેશી નાગરિકનો એક્સ-રે કર્યો તો હોસ્પિટલના ડોકટરો આશ્ચર્યચકિત થઇ ગયા.

નેશનલ કંન્ટ્રોલ બ્યૂરો (NCB )ના ડીડીજી એસકે ઝા અનુસાર તેની ટીમને 25 મેના રોજ જાણકારી મળી હતી કે બ્રાઝીલના એક શખ્સ આઇજીઆઇ એરપોર્ટ પર આવનાર છે જે નશીલો પદાર્થ લઇને આવી રહ્યો છે. એનસીબીએ એરપોર્ટ પર પહોંચ્યા પછી તરત જ તે વિદેશી માણસને કસ્ટડીમાં લઇ લીધો, તે 25 વર્ષનો એન્ડરસન તરીકે ઓળખાયો હતો. એનસીબી ટીમ એન્ડરસનને સફદરજંગ હોસ્પિટલમાં લઈ ગઇ. ડોક્ટરોએ જ્યારે વિદેશી નાગરિકનો એક્સ-રે કર્યો તો હોસ્પિટલના ડોકટરો આશ્ચર્યચકિત થઇ ગયા.

તેના પેટમાં અનેક કેપ્સ્યુલ વસ્તુઓ હતી. ત્યારબાદ ડોકટરોએ તેને એનિમા આપ્યો. ત્યારબાદ તેના પેટમાંથી કોકીનની 65 કેપ્સ્યુલ્સ બહાર કાઢી. જેનું વજન આશરે 900 ગ્રામ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 5 કરોડ છે.

એનસીબી અનુસાર પેટમાં આ રીતે નશીલો પદાર્થ લાવવો ખૂબ મુશ્કેલ છે. સપ્લાયર આ રીતે કેપ્સ્યુલને ગળવા પર 2-3 દિવસ પહેલા ખાવાનું બંધ કરે છે. ત્યારબાદ પોલિથિનમાં કેપ્સ્યુલને પેક કરીને ગળે છે.

આ રીતે, કેપ્સ્યુલ પેટમાં વિસ્ફોટ ન થાય. આ કેપ્સ્યુલને પેટમાં 12 કલાક સુધી રાખી શકે છે. જો તેને આ સમય દરમિયાન કેટલાક ખાદ્યપદાર્થો ખાઇ તો કેપ્સ્યુલ ફૂટી જાય અને મોત થઇ શકે છે. આ રીતે કેપ્સ્યુલ્સ જ્યા સુધી બહાર ન નીકળે ત્યા સુધી તે કંઈપણ ખાતો નથી. સપ્લાયર જેવો જ પકડાઇ જાય છે ત્યારે એજન્સીઓ તેના ચા પાણી માટે પૂછે છે ત્યારે સપ્લાયલ ઇન્કાર કરે છે અને તેની શંકા મજબૂત બની જાય છે. ત્યારબાદ શોધી કાઢવામાં આવે છે કે એન્ડરસન ત્યાં કોકીન લઇને આવ્યો હતો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024