તમને જણાવી દઈ એ કે દારૂ પીને ગાડી ચલાવી એ મોટો ગુનો માનવામાં આવે છે. આ ગુનો કરતા પકડાઓ તો જેલ પણ થઈ શકે છે. તાજેતરમાં જ દિલ્હીમાં દારૂ પીને ગાડી ચલાવતો એક યુવાન પકડાયો. પરંતુ તેને જેલની સજા સંભળાવવાને બદલે હાઈકોર્ટે તેને સમાજસેવા કરવાની સજા ફટકારી. આવી સજા સંભળાવીને કોર્ટે સમાજમાં અનોખું ઉદાહરણ બેસાડ્યું છે.

તમને જાણીને નવાઈ લાગશે કે દિલ્હીની એક કોર્ટે દારૂ પીને ગાડી ચલાવવાની કિસ્સામાં યુવકને બે અઠવાડિયાં સુધી દરરોજ 7 કલાક વૃદ્ધાવસ્થામાં સેવા આપવાની સજા સંભળાવી છે. ટ્રાયલ કોર્ટના આદેશને જાળવી રાખતા સેશન્સ જજ સોનુ અગ્નિહોત્રીએ મંગળવારે યુવાનને દોષી ઠેરવ્યો હતો. જો કે, કોર્ટે તેને બે દિવસની જેલની સજા આપવાને સંભળાવવાને બદલે તેને સમાજસેવા કરવાની સજા સંભળાવી.

તે ઉપરાંત આ કોર્ટે બે અઠવાડિયાં પછી વૃદ્ધાશ્રમમાં સેવા કરતા દરરોજના ફોટોગ્રાફ્સ પણ જમા કરવાનો આદેશ આપ્યો છે. આશ્રમના મેનેજરને આ યુવકની હાજરી પણ સાબિત પણ કરવાનું કહ્યું છે. અગાઉ ટ્રાયલ કોર્ટે યુવકનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવાનો આદેશ આપ્યો હતો.

દોષી યુવક એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. તેણે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ટ્રાયસ કોર્ટનો આદેશ પડકાર્યો હતો. ટ્રાયલ કોર્ટે બે દિવસ જેલ અને 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત, 6 મહિના માટે તેનું લાઇસન્સ રદ કરવાનો પણ આદેશ આપ્યો હતો. જો કે, જજ અગ્નિહોત્રીએ જણાવ્યું કે યુવક પરિવારમાં એકમાત્ર કમાનાર છે.

તે પહેલીવાર દારૂ પીને ડ્રાઇવિંગ કરતો પકડાયો છે તેથી તેની સાથે થોડી નમ્રતાથી વાત કરવામાં આવી અને તેને જેલમાં ન મોકલવાને બદલે સમાજસેવાનું કાર્ય સોંપવામાં આવ્યું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.