વ્યક્તિનાં કપડા પરથી આપણે એનું વ્યક્તિત્વ નક્કી કરતા હોઈએ છીએ. કોઈને સન્માન આપવામાં ઘણી વખત કપડાનું મોટુ યોગદાન રહેલું હોય છે. લોકો જ્યારે ઘરની બહાર જાય છે ત્યારે સૌથી પહેલા એ જુએ છે કે કપડા તો બરાબર છે ને. એવામાં જો તમને કોઈ કહે કે અમારી કંપનીમાં નોકરી કરવી હોય તો કપડા પહેર્યા વગર જ આવવું તો કેટલું અજીબ લાગે.
દુનિયામાં એક એવી પણ જગ્યા છે કે જ્યાં કપડાં વગર કામ કરવું પડે છે. આ કંપનીમાં જો કોઈ કર્મચારી કપડાં પહેરીને કામ કરે તો તેને નોકરી પરથી કાઢી નાખવામાં આવે છે.
હકીકતમાં એવું છે કે, તમને આશ્ચર્ય થશે પરંતુ યુકેની ઘણી ઑફિસો એવી છે કે જ્યાં કર્મચારીઓ નગ્ન થઈને કામ કરે છે. પછી તે સ્ત્રી હોય કે પુરૂષ હોય. અહીં બધા કપડાં વગર જ કામ કરવા માટે આવે છે. તેમજ આખો દિવસ એ જ રીતે નગ્ન અવસ્થામાં કામ કરે છે.
યુકેમાં ઘણી સૉફ્ટવેર કંપનીઓ છે કે જ્યાં લોકોને કામ કરવા માટે ફરજિયાત નગ્ન રહેવું પડે છે. આ કંપનીમાં જે લોકોને નોકરી મળે એ લોકોએ આખો દિવસ નગ્ન રહીને જ કામ કરવા માટે તૈયાર થવું પડે છે. ખાસ વાત તો એ છે કે અહીં કામ કરતા લોકોએ આ હકીકતને સ્વીકારી લીધી અને એમને કોઈ જ ફરક નથી પડતો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.