ભારતમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાનના આખી દુનિયામાં વખાણ થઈ રહ્યા છે. શહેરોમાં પોતાની ઓફિસ અથવા મોલમાં બનેલા પબ્લિક ટોઈલેટ્સનો તમે ક્યારેકને ક્યારેક તો ઉપયોગ કર્યો જ હશે, પરંતુ તમે ક્યારે એ જાણવાનો પ્રયાસ કર્યો કે ટોઈલેટ્સના દરવાજા નીચેથી ખુલ્લા શા માટે હોય છે?

આ છે કારણ

જ્યારે પણ આપણે પબ્લિક પ્લેસના ટોઈલેટના દરવાજા જોઈએ છીએ તો મનમાં એક વાર તો વિચાર જરૂર આવે છે કે, આખરે આ દરવાજો આટલો નાનો શા માટે છે? શું તેના પર બારી કે દરવાજો લગાવ્યો છે? પરંતુ તેની પાછળ ઘણા કારણો છે. સૌથી પહેલું કારણ તો એ છે કે, તેની સાફ સફાઈમાં સરળતા રહે છે.

  • પબ્લિક ટોઈલેટ્સનો ઉપયોગ ઘણા લોકો કરે છે, એટલા માટે તે ઝડપથી ગંદા થઈ જાય છે. એવામાં નીચેથી ખુલ્લા દરવાજાના કારણે ફ્લોરને સાફ કરવામાં સરળતા રહે છે. પરંતુ આ માત્ર એક કારણ નથી. અન્ય પણ ઘણા કારણે ટોઈલેટ્સના દરવાજા નાના રાખવામાં આવે છે.
  • ઘણી વાર અમુક લોકો પબ્લિક ટોઈલેટ્સમાં સેક્સુઅલ એક્ટિવિટી કરવા લાગતા હોય છે. આવા લોકોને રોકવા માટે આ દરવાજા નાના રાખવામાં આવે છે, જેથી લોકોને એટલી પણ પ્રાઈવેસી ના મળી શકે કે તેઓ આવા કામ કરવામાં ઈન્વોલ્વ થઈ જાય.
  • બાથરૂમના દરવાના નાના હોવાના કારણે જો કોઈ બાળક પોતાને અંદરથી લોક કરી દે છે, તો તેને બહાર કાઢવો સરળ બની જાય છે.
  • જો ક્યારેક કોઈ પણ બાથરૂમની અંદર બેભાન થઈ જાય, તો આ નાના દરવાજાની મદદથી બહાર કાઢી શકાય છે.
  • ઘણીવાર કેટલાક લોકો પબ્લિક ટોઈલેટ્સમાં દારૂ-સિગારેટ પીવા લાગે છે. દરવાજો નાનો હોવાના કારણે અંદર બેસેલા લોકોની એક્ટિવિટી પર નજર રાખી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024