ભારતમાં જ નહીં પરંતું આખી દુનિયામાં એવા રીતિરિવાજ અને પરંપરા છે, જે સાંભળવામાં અને જોવામાં હેરાન કરનારી હોય છે. ઇન્ડોનેશિયાના બાલીમાં આવી જ એક પરંપરા નિભાવવામાં આવી રહી છે. આ ફેસ્ટિવલમાં મહિલાઓને પોતાની ઇચ્છા પૂર્ણ કરવા માટે બીજા અન્ય પુરૂષો સાથે સંબંધ બાંધવા પડે છે. બાલી દ્વીપમાં દર વર્ષે પોર્ન નામનો આ ફેસ્ટિવલ વર્ષમાં 7વાર ઉજવવામાં આવે છે. આ દરમિયાન મહિલાઓ અજાણ્યા વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધે છે. ત્યાંના લોકોનું માનવું છે કે આવું કરવાથી તેમની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે અને તેમના અંગત અને પારિવારિક જીવનમાં સુખ પણ બની રહે છે.
આ તહેવારના નિયમ પ્રમાણે મહિલાઓ દર વખતે નવા સાથીને શોધે છે અને તેમની સાથે સંબંધ બાંધે છે. અહીંના લોકોનું કહેવું છે કે ઇન્ડોનેશિયાના એક યુવા રાજાનું પોતાની સાવકી માતા સાથે અફેયર હતું અને સંબંધ બાંધતી વખતે તેની હત્યા કરવામાં આવી. ત્યાર પછી તેને ગુનુંગ કેમુકુસમાં માઉન્ટેન ઉપર દફનાવવામાં આવ્યાં. એવું માનવામાં આવે છે કે માઉન્ટેનના ટોપ પર સંબંધ બાંધનાર વ્યક્તિને સારી કિસ્મત મળે છે. જેના કારણે જ આ ફેસ્ટિવલ અહીં ઉજવવામાં આવે છે.