UP
યોગી સરકારે (UP) ડોકટરોને લઇ મોટી જાહેરાત કરી છે. યોગી આદિત્યનાથ સરકારે નિર્ણય લીધો છે કે રાજ્યમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરનાર ડોકટરોને હવે ઓછામાં ઓછી 10 વર્ષ સરકારી નોકરી કરવી પડશે. જો ડોક્ટરો દસ વર્ષ પહેલા નોકરી છોડી દેશે તો તેમને 1 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે.
સરકાર દ્વારા જારી કરાયેલા નવા નિયમમાં જણાવવામાં આવ્યું છે કે વિભાગની તરફથી આ સંબધમાં NOC જારી કરવામાં આવશે નહીં.
આ પણ જુઓ : અમદાવાદમાં મહિલા સહિત 11 શખ્સોએ વેજલપુર પોલીસને જાહેરમાં માર માર્યો
સરકારે જણાવ્યું છે કે આ ઉપરાંત સરકારી હોસ્પિટલોમાં સ્પેશિયલ ડોક્ટરોની અછત દૂર કરવા માટે નીટમાં છૂટછાટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત રાજ્ય સરકારે ડોક્ટરોને પીજીની સાથે ડિપ્લોમાં કોલેજમાં પણ એડમિશન લેવાની મંજૂરી આપી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.