NDRF
અત્યારે સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તો રાજ્યમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભારે વરસાદની આગાહીને લઈને ગુજરાતમાં NDRF ની 13 ટીમોને તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, NDRFની ટીમ દ્વારા મોરબીમાં 6 લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી હતી.
ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં NDRFની 13 ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ગાંધીનગર અને વડોદરામાં NDRFની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
- આ પણ વાંચો : Child murder : 6 વર્ષની બાળકીની ગળુ કપાયેલી હાલતમાં મળી લાશ
- આ પણ વાંચો : Road closed : અતિભારે વરસાદને લઈ રાજ્યમાં 225 રસ્તા બંધ કરાયા
ત્યારે ગાંધીનગર અને વડોદરામાં એક-એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જયારે વલસાડ, નવસારી, સુરત, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં NDRF ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત ભારે વરસાદને કારણે ગીર સોમનાથ, મોરબી, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં NDRF ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.
- આ પણ વાંચો : Office : ઓફિસોને લઈને AMC એ લીધો આ મહત્વનો નિર્ણય,જાણો
- Video Call ના ઉપયોગ પર હવે લાગશે આ ચાર્જ, જાણો વિગત
- વિલાજ ગ્રુપ પાટણ દ્વારા છેલ્લા એક માસથી આયુર્વેદિક ઉકાળાનુ મફત વિતરણ
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.