Investorપ્રતિકાત્મક તસવીર
  • પોલીસના સ્પેશિયલ ઑપરેશન ગ્રુપક્રાઇમ વિભાગે 15થી વધુ જેટલી બૅન્કોમાં ડુપ્લીકેટ ચલણી નોટો જમા થઇ હોવાના ખુલાસા સાથે ગુનો દાખલ કર્યો છે.
  • આશરે છેલ્લા ત્રણ મહિનામાં અમદાવાદની વિવિધ બૅન્કોમાં ડુપ્લીકેટ ચલણી નોટો જમા થઇ છે.
  • એસઓજી ક્રાઇમે કુલ 7.76 લાખની ડુપ્લીકેટ ચલણી નોટો કબ્જે કરી છે.
  • તમને જણાવી દઈએ કે આ પહેલા જ્યારે ગુનો નોંધાયો હતો ત્યારે ત્રણ માસમાં 15 લાખી ડુપ્લીકેટ નોટો મળી આવી હતી.
  • બાદમાં પાંચ લાખથી વધુની અને હવે 7.76 લાખની નોટો મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
  • આશરે છેલ્લા ત્રણ મહિનાથી અમદાવાદની વિવિધ બૅન્કોમાં ડુપ્લીકેટ નોટો જમા થઇ છે. જે નોટો એસઓજી ક્રાઇમ દ્વારા રિકવર કરવામાં આવી છે.
  • આ તમામ નોટોને હાલ એફ.એસ.એલ. ડિપાર્ટમેન્ટમાં મોકલી પણ આપવામાં આવી છે. 
  • નોટબંધીને લગભગ 2 વર્ષથી વધુ જેટલો સમય વીતી ગયો છે. નોટબંધી કરવા પાછળનું મહત્વનું કારણ વૈશ્વિક સ્તરે અને તેમાંય ભારતમાં ઘણી ડુપ્લીકેટ કરન્સી ફરતી હતી. જેના પગલે કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી લાદવામાં આવી હતી.
  • હકીકત કંઈક જુદી છે અમદાવાદ એસઓજી ક્રાઇમે પોલીસે બૅન્કો માંથી 2026 જેટલી ડુપ્લીકેટ અને પ્રિન્ટેન્ડ ચલણી નોટો ઝડપી પાડી છે.
  • તમને જણાવી દઈએકે જેમાં ઘણીખરી નોટો ઝેરોક્ષ અથવા તો પ્રિન્ટ થયા હોવાનું પ્રાથમિક તબક્કે પોલીસ માની રહી છે.
  • આ તમામ મામલે ડુપ્લીકેટચલણી નોટો બૅન્કોમાં આવી કઈ રીતે તો આ વિષય ઉપર પોલીસનું માનવું છે કે બેન્કના વહીવટી વિભાગ જે મોટા જથ્થામાં નોટો મશીન વડે ગણાતા હોય છે તેમાં આવી નોટો આવી ગયા હોવાનું હાલ પોલીસ અને સત્તાધિશ એજન્સીઓ માની રહી છે.
પ્રતિકાત્મક તસવીર
  • એસઓજી ક્રાઇમે અમદાવાદની 15થી વધુ જેટલી બૅન્કો માંથી ડુપ્લીકેટ અને પ્રિન્ટેન્ડ ચલણી નોટો મળી આવી છે.
  • પોલીસે  બે હજારના દરની 238, 500ના દરની 282. 200ના દરની 185, 100ના દરની 1129, 50ના દરની 187, 20ના દરની 2, 10ના દરની 3 નકલી નોટો મળી આવી.
  • કુલ 7,76,320ની કિંમતની 2026 નોટો પોલીસે કબજે કરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024