E- Learning સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 7 ભાષામાં એપ બનાવી જેના દ્વારા વિદ્યાર્થીઓ ઘરે બેઠા અભ્યાસ કરી શકશે.
- જેમ આપ સહુ જાણીએ છીએ કે કોરોના વાયરસને કારણે થયેલા લૉકડાઉનમાં સુરત પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આગામી શૈક્ષણિક સત્ર નિશ્ચિતપણે પાર પડે તેમ નથી.
- કપરી પરિસ્થિતિઓમાં વિદ્યાર્થીઓનું આગામી શૈક્ષણિક સત્રમાં મુશ્કેલી ના પડે તે માટે શિક્ષકો ડીજીટલ શિક્ષણ (E- Learning ) તરફ આગળ વધ્યા છે.
- સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો વિદ્યાર્થીઓને એકલવ્ય એપ્લીકેશનની મદદથી ઘરબેઠા શિક્ષણ આપશે.
- દોઢ લાખ વિદ્યાર્થીમાંથી 26,000 વિદ્યાર્થીઓએ એપ્લીકેશન ડાઉનલોડ કરી અભ્યાસ શરૂ કરી દીધો છે.
- કોરોના ના ને કારણે થયેલ લોકડોવન ની માઠી અસર વિધાર્થીઓના શિક્ષણ પર થઈ છે.
- માર્ચ મહિનામાં શરુ થયેલા કોરોના વાયરસને રોકવા માટે લોકડાઉન કર્યું જે હજી પણ ચાલુ છે.તેના કારણે વિધાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે.
- જેમ આપ સહુ જાણીએ છીએ કે કોરોનાનો કેસ અને તેની અસર ઘટવાના બદલે વધી રહી હોવાથી શૈક્ષણિક સત્ર ક્યારે શરૂ થાય તે નક્કી થઇ શક્યું નથી.
- આવી પરીસ્થિતિઓમાં વિધાર્થીનો અભ્યાસ બગાડે નહિ તે માટે શિક્ષણ સમિતિએ શિક્ષક દિને લોન્ચ કરેલી એકલવ્ય એપ્લીકેશનનો ઉપોયગ શરૂ કર્યો છે.
- સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ 7 ભાષામાં પ્રાથમિક શિક્ષણ આપે છે.
- આથી એપ્લીકેશનમાં સાતેય ભાષામાં ધોરણ-1થી 8ના તમામ વિષયોના અભ્યાસક્રમ મુકાવામાં આવ્યા છે.
- એકલવ્ય એપ્લીકેશન કોઇ પ્રોફેશ્નલ વ્યક્તિએ નહી શિક્ષકોએ ભેગા મળીને બનાવી છે. ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉડિયા, ઉર્દુ, તેલુગુ અને અંગ્રેજી ભાષાનો તેમા સમાવેશ કરાયો છે.
- વાલીઓ એપ્લીકેશન ડાઉન લોડ કરી નાખી છે અને આ એપ્લિકેશનમાં અભ્યાસક્રમ, પ્રશ્નપત્ર અને પુસ્તકો સહિતની તમામ માહિતી આપેલી છે.
આ પણ વાંચો – રેલવેતંત્ર ની બેદરકારી થી શ્રમિક સ્પેશિયલ ટ્રેન નો રૂટ બદલાઈ જતા મુસાફરો મુશકેલીમાં.
- ઘણા શિક્ષકોએ ઓનલાઈન ભણાવવાનું (E- Learning) શરૂ પણ કરી દીધું છે.
- શિક્ષણ સમિતિના દોઢ લાખ જેટલા વિદ્યાર્થી છે જેમાંથી 26 હજાર વિદ્યાર્થીઓના વાલીઓએ આ એપ્લીકેશન ડાઉનલોડ કરી દીધી છે.
- સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ 7 ભાષામાં ઓનલાઈન અભ્યાસક્રમ આપતી હોવાથી દેશની પ્રથમ શિક્ષણ સમિતિ બની છે.
- શિક્ષણ સમિતિમાં આ એપ્લીકેશન માટે કેટલાક ગ્રુપ બનાવાયા છે.
- દરેક વર્ગ શિક્ષકોએ પોતાના વર્ગમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલી પાસે એકલવ્ય એપ્લીકેશન ડાઉનલોડ રહેશે.
- જ્યારે શિક્ષક, નિરીક્ષક અને સીઆરસી અને યુઆરસીના ગુપમાં શિક્ષકોએ કેટલા વિદ્યાર્થીના વાલીઓએ એપ્લીકેશન ડાઉન લોડ કરી અને તેનો ઉપયોગ થયો કે નહીં તેની માહિતી અપલોડ કરવાની રહેશે.
- સમિતિના વિદ્યાર્થીઓમાંથી 80 ટકા વાલીઓ પાસે સ્માર્ટ ફોન હોવાથી ઓનલાઈન અભ્યાસ કરવામાં મુશ્કેલી નહી નડે
- વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે અગાઉ લેવામાં આવેલી પરીક્ષાના પ્રશ્ન પત્ર પણ એપમાં મુકાયા છે.
- એમ.સી.ક્યુમાં દરેક પાઠના 10થી 25 સુધીના પ્રશ્નૌ તૈયાર કરાયા છે દરેક ભાષાના શિક્ષકોએ તૈયાર કરેલા પ્રશ્નો સાથે અભ્યાસક્રમ ઓનલાઇન મુકાયો છે મુકવામાં આવેલો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News