ઉત્તર ગુજરાતમાં 4.8ની તિવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફફડાટ.
બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 10 સેકન્ડ સુધી આવેલા ભૂંકપના કારણે લોકોમાં ગભરાટ ફેલાય ગયો હતો. ગભરાયેલા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. માહિતી પ્રમાણે ભૂકંપના આંચકાની તિવ્રતા 4.8ની આસપાસ છે. પાલનપુર, ડીસા, અંબાજી સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે.
પાલનપુરથી 31 કિ.મી. દૂર એપી સેન્ટર
રાત્રે 9.32થી 10.30 વાગ્યાની આસપાસ 10 સેકન્ડ માટે અનુભવાયેલા ભૂકંપની એપી સેન્ટર બનાસકાંઠા જિલ્લો છે. બનાસકાંઠાના પાલનપુરથી 31 કિ.મી. દૂર એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠા જિલ્લા ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં ઇડર, હિમંતનગર, વડાલી, ખેડબ્રહ્મા, મોડાસા, શામળાજી, બાયડ, ધનસુરામાં ધરતીકંપથી લોકો ઘરની બહાર દોડી ગયા છે. મહેસાણાના ખેરાલુ અને સતલાસણા વિસ્તારમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સતલાસણાના ધરોઈમાં ભૂકંપનો આંચકો આવ્યો છે.
ગાંધીનગર અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં આંચકો અનુભવાયો
ઉત્તર ગુજરાત ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદમાં થલતેજ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં પણ ભૂકંપનો આંચકો આવ્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે.
- સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા
- 10 સેકન્ડ સુધી આંચકા અનુભવાયા
- ગાંધીનગર અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં આંચકો અનુભવાયો
ગુજરાત અને રાજસ્થાનની સરહદે પણ લોકોને ભૂકંપનો અહેસાસ થયો હતો. અંબાજી અને આબુમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. માઉન્ટ આબુમાં ગરમીમાંથી રાહત મેળવવા ગયેલા પ્રવાસીઓ ભૂકંપનો આંચકો અનુંવાતા જ હોટલની બહાર દોડ્યા હતાં.
અમદાવાદના થલતેજ વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુંભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. 10 સેકેન્ડ સુધી ભૂકંપનો આંચકો અનુંભવાયો હતો. રિક્ટલ સ્કેલ પર 4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 38 કિમી દૂર માઉન્ટ આબુની પર્વતમાળાની આસપાસ નોંધાયું છે.
ભૂકંપે ફરી એકવાર 26 જાન્યુઆરી 2001ની યાદ તાજી કરાવી દીધી હતી. ધરા ધ્રુજતા જ લોકો ગભરાઈને ઘરની બહાર દોડ્યા હતાં. થોડીવાર માટે તો લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતાં. જોકે હજી સુધી કોઈ જ જાનહાની કે માલહાનીના અહેવાલ નથી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.