ગણેશોત્સવ પર કોરોનાનું ગ્રહણ, 140 કરોડનો વેપાર ખોરવાશે…

પોસ્ટ કેવી લાગી?

Ganeshotsav

 • ૨૨ ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થી હોવાની સાથે જ ગણેશભક્તોની આતુરતા અને થનગનાટ શરૂ થઇ ગયો છે.
 • જોકે, ચાલુ વર્ષે ગણેશોત્સવ (Ganeshotsav) પર્વ પર કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય એમ ગણેશભક્તોની અસમંજસતામાં પણ વધારો થઇ ગયો છે.
 • રાજ્યના મુખ્યમંત્રીએ ઓગસ્ટ માસમાં આવનારા તમામ પર્વોની ઉજવણી રદ કરવાનો સૂર આલાપતા હવે ગણેશોત્સવ (Ganeshotsav) પર્વ વેળાએ દેખાતી ઝાકમઝોળ મુદ્દે પણ તરેહતરેહની ચર્ચા ચાલી રહી છે.
 • તથા કોરોનાના આ ગ્રહણને કારણે ચાલુ વર્ષે મંડપ, ડેકોરેશન સાથે જોડાયેલો ૧૪૦ કરોડનો વેપાર ખોરવાઇ જવાની શક્યતા પણ વ્યક્ત થઇ રહી છે.
 • શહેરના ૫૦ મોટા બજેટવાળા મંડળો સરેરાશ ૨૫ લાખ, ૮૫૦ સામાન્ય મંડળો સામાન્ય મંડળો સરેરાશ ૩ લાખ ખર્ચીને બાપ્પાની આરાધના કરે છે.
 • ૯ હજાર મંડળોનું મંડપ ડેકોરેશન દીઠ સરેરાશ ૩૦ હજારના ખર્ચને જોતા ૨૭ કરોડ, શોભાયાત્રામાં સરેરાશ ૩૦ હજારને જોતા ૨૭ કરોડ, શ્રાીજી પ્રતિમા પાછળ સરેરાશ ૧૫ હજારના ખર્ચને જોતા ૧૩.૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.
 • તેમજ મોટા બજેટના ગણેશમંડળોનું સરેરાશ ૨૫ લાખનું બજેટ જોતા આ મંડળો જ ૧૨.૫૦ કરોડનો ખર્ચ કરી નાંખે છે.
 • શોભાયાત્રા, મંડપ ડેકોરેશન, પ્રતિમા, પૂજા-અર્ચના, આરતી, વિસર્જન, ધાર્મિક કાર્યક્રમો સહિતની બાબતોને આવરી લઇએ તો ગણેશોત્સવ (Ganeshotsav) વેળાએ ખર્ચનું ટર્નઓવર ૧૪૦ કરોડથી વધુનું થાય એમ છે.
 • જોકે, ચાલુ વર્ષે કોરોનાના ગ્રહણ વચ્ચે ગણેશોત્સવ સાથે જોડાયેલો ૧૪૦ કરોડનો વેપાર-રોજગાર છીનવાઇ જાય એમ છે.
 • ૨૨ ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થી હોય પર્વને મુદ્દે શુક્રવારે સાંજે ૪ વાગ્યે સુરત શહેર પોલીસ કમિશનર, સુરત જિલ્લા કલેક્ટર, સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના અધ્યક્ષ સ્વામી અંબરીષાનંદજી, પ્રમુખ અનિલ બિસ્કીટવાલા, વિવિધ પોલીસ અધિકારીઓની સંયુક્ત બેઠક મળી હતી.
 • પર્વની ઉજવણીની સમીક્ષા માટે મળેલી બેઠકમાં પોલીસ તંત્ર દ્ધારા ગણેશ ઉત્સવ સમિતિના સૂચનો માંગવામાં આવ્યા હતા.
 • જ્યારે ઘરમાં POP પીઓપીની પ્રતિમાના વિસર્જનમાં મુશ્કેલી ઊભી થાય એમ હોય ચાલુ વર્ષે માત્ર માટીની પ્રતિમાની જ સ્થાપના થાય એવી ટકેદારી રાખવાની પણ ચર્ચા કરાઇ હતી.
 • જોકે, સમગ્ર પ્રકરણમાં આગામી સોમવારે ગણેશોત્સવ (Ganeshotsav) સંદર્ભે પોલીસ તંત્ર દ્ધારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવાનો મત આલાપવામાં આવ્યો હતો.
 • જેમાં મંડપ બાંધવા પર પ્રતિબંધ, માત્ર માટીની પ્રતિમાઓની જ સ્થાપના, ઘરમાં સ્થાપના-ઘરમાં જ વિસર્જન જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવે એવી શક્યતા છે.
 • કોરોના કાળ દરમિયાન બે ફૂટ સુધીની પ્રતિમાની સ્થાપના, નાના મંડપ બાંધવાની મંજૂરી જેવા સૂચનો આપવામાં આવ્યા હતા.
 • જોકે, સામે પક્ષે પોલીસ અધિકારીઓ દ્ધારા પ્રવર્તમાન સંજોગોને જોતા શેરી અને મહોલ્લામાં જાહેરમાં મંડપ બાંધવા માટે સ્પષ્ટ ઇન્કાર કરી દેવાયો હતો.
 • આ સાથે જ શ્રીજીની ઘરમાં જ સ્થાપના અને ઘરમાં જ વિસર્જન થાય એ માટે કડકાઇનું પણ વલણ અપનાવવામાં આવ્યું હતું.
 • રાજ્યના મુખ્યમંત્રીની જાહેરાત બાદ ગણેશ મંડળોમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે.
 • હાલમાં સુરતમાં કોરોના સંક્રમણના કિસ્સાઓમાં થઇ રહેલા વધારાને જોતાં પાલિકા, કલેક્ટર અને પોલીસ પ્રશાસન ચિંતાતુર છે.
 • એવામાં આ વર્ષે ગણેશોત્સવ (Ganeshotsav) દરમિયાન શું કરવું, કેવી રીતે ઉજવણી કરવી, પ્રતિમાઓની સ્થાપના અંગે શું કરવું, મંડપ બાંધવો કે નહીં.
 • આ બધી મૂંઝવણોના નિરાકરણ અને ઉજવણી સંબંધિત પ્રશ્નોને મુદ્દે આજે શુક્રવારે સાંજે ચાર વાગ્યે પાલિકા પ્રશાસન, સુરત કલેક્ટર, પોલીસ કમિશનર અને ગણેશ ઉત્સવ સમિતિના હોદ્દેદારોની સંયુક્ત બેઠક મળશે.
 • આ બેઠકમાં ઉજવણી સંબંધિત નિર્ણયો લેવામાં આવશે.
 • સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા લોકડાઉનના દોર વચ્ચે પ્રતિમાઓની ઊંચાઇને લઇને આચારસંહિતા જાહેર કરવામાં આવી હતી.
 • જ્યારે હાલની સ્થિતિ વિકટ હોય શહેરમાં ઓરોવીલ, શક્તિ ફાઇટર ગ્રૂપ, મોટા મંદિર, દાળિયા શેરી, ગાર્ડન ગ્રૂપ, નેવી ગ્રૂપ સહિતના અનેક મંડળોએ ચાલુ વર્ષે સાદગીથી ગણેશોત્સવ ઉજવણીનો નિર્ધાર કર્યો છે.
 • નાના કદની પ્રતિમાઓ સાથે જ સામાજિક સેવાકાર્ય સાથે ગણેશોત્સવ મનાવવાનો સંકલ્પ લીધો છે.
 • જ્યારે અનેક મંડળોએ ચાલુ વર્ષે આયોજનો રદ કરવાનો પણ નિર્ધાર કર્યો છે.
 • મુખ્યમંત્રીની જાહેરાત બાદ અનેક ગણેશમંડળોએ આયોજન રદ કરવાનો સૂર આલાપ્યો છે.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • PTN News App – Download Now
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures