SBI BANK
- વૈશ્વિક મહામારી કોરોનાને પગલે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતુ
- તેના કારણે મોટાભાગના સ્કેટરમાં મોટો ફટકો પડ્યો હતો.
- તથા આર્થિક સ્થિતિ દરેક ક્ષેત્રે કથળી ગઈ હતી.
- તો રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, તેની અસર બેંકિંગ ક્ષેત્રે પણ થશે.
- જો કે જોવાની વાત એ છે કે આ તમામ વચ્ચે પણ SBI BANK એ સતત તેજી કરી છે.
- એપ્રિલથી જૂન વચ્ચે SBI BANK નો નફો 81 ટકા વધી ગયો છે.
- જો કે, આ માહિતી SBI BANK તરફથી આપવામાં આવી છે.
- બેન્ક અનુસાર ચાલુ નાણાંકીય વર્ષના ત્રિમાસીક ગાળાનો નફો 4,189.34 કરોડે પહોંચી ગયો છે.
- જો કે, પાછલા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં, બેન્કને 2,312.02 કરોડનો ચોખ્ખો નફો મળ્યો હતો.
- ક્વાર્ટર દરમિયાન BANK ની કુલ આવકમાં વધારો થયો છે.
- 74,457.86 કરોડે પહોંચી ગઇ છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 70,653.23 કરોડ હતું.
- સામાન્ય રીતે લોન લીધા બાદ નાદારી જાહેર થતા બેન્કને મોટો ફટકો પડતો હોય છે.
- જે હાલ ખુબજ ઘટી જતા નફો વધ્યો.
- પહેલા ગાળામાં બેન્કની NPA ઘટીને 5.44 ટકા થઈ ગઈ.
- જે ગયા નાણાંકીય વર્ષમાં 7.53 ટકા હતો. SBI BANK ના સતત વધી રહેલા નફા બાદ બેન્ક શેરોમાં પણ રોનક જોવા મળી હતી.
- રિઝર્વ બેંકના તાજેતરના અનુમાન મુજબ માર્ચ 2021 સુધીમાં બેંકોનાં NPA 8.5 ટકાથી વધીને 12.5 ટકા થઈ શકે છે.
- આરબીઆઈ Force-sensing resistor અનુસાર, કુલ NPA નોંધપાત્ર રીતે વધશે અને તે 14.7 ટકા સુધી જઈ શકે છે.