Munawwar Rana
જાણીતા શાયર મુનવ્વર રાણા (Munawwar Rana) ના ફ્રાન્સની ઘટના પર વિવાદિત નિવેદન આપતા લખનઉ પોલીસે હજરતગંજ પોલીસ સ્ટેશનમાં મુનવ્વર રાણા વિરુદ્ધ FIR દાખલ કરી છે. મુનવ્વર રાણા પર લખનઉ પોલીસે સામાજિક વૈમનસ્ય ફેલાવવાનો, શાંતિ ભંગ કરવાની સાથે આઈટી એક્ટ હેઠળ FIR દાખલ કરી છે.
આ પણ જુઓ : WHOના પ્રમુખ કોરોના દર્દીના સંપર્કમાં આવતા થયા ક્વોરન્ટાઇન
લખનઉના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં તૈનાત સબ ઈન્સ્પેક્ટર દીપક પાંડેએ મુનવ્વર રાણા પર FIR દાખલ કરાવી છે. ફ્રાન્સ વિરુદ્ધ લગભગ આખી દુનિયાના મુસલમાનોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. જેમાં શાયર મુનવ્વર રાણાએ પણ આ કડીમાં નિવેદન આપ્યું હતું.
આ પણ જુઓ : અમદાવાદથી બેંગલોર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત
તેમણે વિવાદિત કાર્ટૂનને લઈને ફ્રાન્સના નીસ શહેરમાં ધાર્મિક નારા લગાવીને એક મહિલાનું ગળું કાપીને અને બે અન્ય વ્યક્તિઓને ચાકૂ મારીને કરાયેલી હત્યાઓને યોગ્ય ઠેરવી હતી. આ નિવેદન બાદ તેમની ચારેબાજુ ટીકા થઈ રહી છે. ઉપરાંત કુમાર વિશ્વાસે પણ ટ્વિટર પર શાયરાના અંદાજમાં લખ્યું કે “નર્મ અલ્ફાઝ ભલી બાતે મોહજ્જબ લહજે, પહલી બારિશમેં હી યે રંગ ઉતર જાતે હૈ.”
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.
