Forecast
હવામાન (Forecast) ખાતા દ્વારા નવા વર્ષમાં ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે એક પરિપત્ર જાહેર કરાયો છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી સુધી હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
જિલ્લા કલેકટર દ્વારા હવામાન વિભાગ તરફથી મળેલ આગાઈ મુજબ પાક નુકસાની ન થાય તે બાબતે સાવચેતી રાખવા બાબતે પરિપત્ર જાહેર કરાયો છે. આગામી 2 અને 3 જાન્યુઆરીના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને દાહોદમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે.
આ પણ જુઓ : ફાઇજરની કોરોના વેક્સિન લગાવ્યાના એક સપ્તાહ બાદ નર્સ કોરોના પોઝિટિવ
આજે પવનની દિશી બદલાતાં અમદાવાદ સહિત મોટા ભાગના શહેરોનું તાપમાન ઉચકાયું છે.વાતાવરણમાં પલટો આવવાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. કમોસમી વરસાદ થશે તો શિયાળુ પાકને મોટી નુકશાની જવાની ભીતિ સેવાઈ રહી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.