• કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યના પરિવહન મંત્રીએ મીડિયા સાથે વાતચીત વખતે જણાવ્યું કે આજથી રાજ્યના નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારની હદ અને રોડ પર બાઈક ચાલકે હેલમેટ પહેરવો ફરજિયાત નહીં રહે અને પોલીસ આ સંદર્ભે કોઈ પણ પ્રકારનો દંડ નહીં કરે.
  • આ સાથે આ બંને વિસ્તારો સિવાયના તમામ હાઈવે અને ગામડાઓના એપ્રોચ રોડ પર હેલમેટ પહેરવો ફરજિયાત છે.
  • આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • જેમાં શહેરી વિસ્તારઓમાં હેલ્મેટ પહેરવાનું મરજિયાત કરવામાં આવ્યું છે.
  • કેબિનેટ બેઠક બાદ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રી આર.સી. ફળદુએ હેલ્મેટ મરજિયાતની જાહેરાત કરી હતી. કેબિનેટ મંત્રીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સરકાર અને વાહનવ્યવહાર મંત્રાલયનો એવો મત હતો કે અકસ્માતનાં કેસમાં માથામાં ઇજાને કારણે સૌથી વધારે લોકોનાં મોત થતા હોય છે.
  • આપણે કિંમતી માનવધન ગુમાવવું ન પડે તે માટે હેલ્મેટ ફરજિયાતનો નિર્ણય લેવાયો હતો.
  • આ મામલે સરકારને તમામ શહેરોમાંથી અને સોશિયલ મીડિયા પર ઉગ્ર રજુઆતો મળી હતી. સોશિયલ મીડિયા પર પણ લોકોની ખૂબ નારાજગી જોવા મળી હતી.
  • આથી સરકાર હેલ્મેટ મરજિયાત કરવા અંગે વિચારવા મજબૂર બની હતી.
  • પરિવહન મંત્રી ફળદુએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે રાજ્ય સરકારને ફરજિયાત હેલમેટ કાયદા વિશે અનેક રજુઆતો આવી હતી.
  • આ રજુઆતો અને હેલમેટ ફરજિયાત પહેરવાના નિર્ણયથી પડતી સામાજિક અગવડતાંઓને ધ્યાને રાખી કેબિનેટ બેઠકે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.