ગુજરાત : એક જ દિવસમાં ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ઉમેદવારો મૂંઝવણમાં.

પોસ્ટ કેવી લાગી?
  • તા. 8 ડિસેમ્બરના રોજ ત્રણ પરીક્ષા જાહેર થઇ છે.
  • જેના કારણે લાંબા સમયથી મહેનત કરતા ઉમેદવારો મૂંઝવણમાં.
  • રવિવારે આઇબીપીએસ ( IBPS ) ( Institute of Banking Personnel Selection ), ડીવાયએસઓ ( DYSO ) ( Deputy Section Officer )અને સી-ટાટ ( C-TAT ) ( Central Teacher Eligibility Test )એમ ત્રણ પરીક્ષાઓ લેવાશે.
  • જેના કારણે ઉમેદવારોમાં અવઢવ છે કે કઇ પરીક્ષામાં હાજર રહેવું અને કઇ નોકરીની તક જતી કરવી.
  • રાજ્યભરનાં વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ સાથે સરકારી નોકરી માટે મહેનત કરતા હોય છે.
  • તેના માટે ફોર્મ ભરવાથી લઇને પરીક્ષાની તારીખ સુધી ટ્યૂશન કલાસ અને અન્ય બાબતો માટે હજ્જારો રૂપિયાનો ખર્ચ કરી નાખે છે.
  • ત્યારે ભરતી સંસ્થાઓ વચ્ચે સંકલનના અભાવે એક જ સાથે ત્રણ પરીક્ષા જાહેર થવાના કારણે ઉમેદવારોમાં નારાજગી છે. 

IBPS ( Institute of Banking Personnel Selection )ની કલેરિકલ, કેડર ભરતી, ગુજરાત પબ્લિક સર્વિસ ક‌મિશન ( GPSC ) ( Gujarat Public Service Commission )ની નાયબ મામલતદાર એટલે કે, ડીવાયએસઓ ( DYSO ) ( Deputy Section Officer )અને સી-ટાટ ( C-TAT ) ( Central Teacher Eligibility Test )ની પરીક્ષા રવિવારે 8 ડિસેમ્બરે યોજાઇ છે.

  • ઉમેદવાર કોઇ પણ એક જ પરીક્ષા આપી શકશે અને અન્ય પરીક્ષાનો ખર્ચ અને મહેનત એળે જશે. ‌
  • ઉમેદવારોમાં ચર્ચા છે કે, સરકારના વિભાગો પરીક્ષા યોજે ત્યારે તેમાં વચ્ચે સંકલનનો શા માટે અભાવ રહે છે ? આવી પરિસ્થિતિમાં બે પરીક્ષા ગુમાવવાથી બે નોકરીની તક પણ જતી કરવી પડે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures