બિનસચિવાલય પરીક્ષા કૌભાંડ : ગાંધીનગર પહોંચેલાં હજારો વિદ્યાર્થીઓ પર પોલીસનો બેફામ લાઠીચાર્જ.

પોસ્ટ કેવી લાગી?
  • બિનસચિવાલયની પરીક્ષા કૌભાંડના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. હજારો વિદ્યાર્થીઓ હાલમાં ગૌણ સેવા પસંદગી મંડળના બિલ્ડીંગ બહાર વિરોધ કરી રહ્યા છે.
  • ગાંધીનગરમાં હોબાળો થતાં પોલીસે 150થી વધુ આંદોલનકારીઓની અટકાયત કરી છે. આ ઉપરાંત 700થી વધારે પોલીસ જવાનોને ગાંધીનગરમાં સ્ટેન્ડ ટુ રખાયા છે.
  • પોલીસે વિરોધ પ્રદર્શિત કરવા આવેલ ઉમેદવારો ઉપર લાઠી ચાર્જ કર્યો હતો અને તેમને દોડાવી દોડાવીને માર્યા હતા. અહીં એકઠા થયેલા યુવાનો કોઈ ગુનેગારો ન હતા પરંતુ પોતાની વાત રજૂ કરવા આવ્યા હતા ત્યારે તેમની સાથે થઈ રહેલા પોલીસ વર્તન મામલે પ્રશ્નો ઉઠી રહ્યા હતા.
  • બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ બાદ ઠોસ કાર્યવાહી કરવાની માગ સાથે ગુજરાતભરમાંથી યુવાનો ગાંધીનગર ખાતે આવી પહોંચ્યાં છે.
  • સોશિયલ મીડિયમા આ અંગેનો મેસેજ વાઈરલ થયો છે.
  • જેમાં લખવામાં આવ્યું હતું કે, ‘4 ડિસેમ્બર મહારેલી-મહાસંગ્રામ, ભીખ નહીં પણ હક લેવા આવીએ છીએ.’ સોશિયલ મીડિયામાં આ પ્રકારનાં મેસેજ વાઈરલ થતાં પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું. જે બાદ આજ સવારથી જ ગાંધીનગરમાં પ્રવેશવાનાં માર્ગો ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
  • પોલીસ ગાંધીનગર પહોંચેલાં વિદ્યાર્થીઓની મોટા પ્રમાણમાં અટકાયત કરી રહી છે. તો સાથે જ ગાંધીનગર આવવાનાં રસ્તાઓ ઉપર બેરિકેડ્સ ગોઠવી રહ્યાં છે. જેના કારણે વિરોધ કરવા પહોંચી રહેલાં વિદ્યાર્થીઓને રોકી શકાય. આ અંગે પોલીસનું કહેવું છે કે, ઉમેદવારોને રેલી માટેની કોઈ મંજૂરી આપવામાં આવી નથી. જ્યારે યુવાનોનું કહેવું છે કે, પોલીસે લાઉડસ્પીકર વગર એકઠા થવાની મંજૂરી મળી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures