સરકાર રજા સાથે જોડાયેલો આ નિયમ બદલી શકે છે!

પોસ્ટ કેવી લાગી?
  • સરકાર નવા વર્ષે પુરુષ કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે.
  • CNBC આવાઝને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે શ્રમ મંત્રાલય પેટરનિટી લીવ એટલે કે પિતૃત્વ રજા અંગે અલગથી નેશનલ પૉલિસી બનાવવાની તૈયારી શરૂ કરી ચુક્યું છે.
  • આ માટે ડિપાર્ટમેન્ટ ઑફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DOPT) અને ઇન્ડસ્ટ્રી સાથે પણ ચર્ચા થઈ છે.
  • સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં કન્સલ્ટેશનની પ્રક્રિયાને વધારવામાં આવશે, તેમજ સરકાર સાથે ઇન્ડસ્ટ્રીઝ અને ટ્રડ યુનિયનોની ત્રિપક્ષીય બેઠકો થશે. જેમાં આ મામલે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
  • હાલમાં પેટરનિટી લીવ મામલે કોઈ જ નેશનલ પૉલિસી નથી.
  • હાલ કેન્દ્રીય કર્મચારીઓને 15 દિવસની પેટરનિટી લીવ આપવાની જોગવાઈ છે.
  • જે પ્રમાણે ખાનગી કંપનીઓ પોતાના કર્મચારીઓને 15 દિવસની પેઇડ લીવ આપે છે.
  • અમુક કંપનીઓ પોતાની રીતે સાત કે દસ દિવસની રજા પણ આપે છે.
  • હાલમાં મોટાભાગની કંપનીઓ આ લાભ પોતાના કર્મચારીઓને નથી આપી રહી.
  • શ્રમ મંત્રાલય ઇચ્છી રહ્યું છે કે આને કાયદાનું સ્વરૂપ આપવામાં આવે.
  • પૉલિસી તરીકે લાવવાથી ખાનગી સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓને પણ ફાયદો મળે. આ સાથે જ 15 દિવસની સીમાને પણ વધારવામાં આવે.
  • જોકે, જાણકાર લોકોના કહેવા પ્રમાણે મેટરનીટની લીવની જેમ આને વધારીને 26 અઠવાડિયા નહીં કરવામાં આવે. કારણ કે અમુક વર્કફોર્સમાં પુરુષ કર્મચારીઓની સંખ્યા 70 ટકાથી વધારે છે. એટલે કે આ રજાને વધારીને એક મહિનો કરવામાં આવી શકે છે.
  • પુરુષ અને મહિલા કર્મચારીઓની રજાના ગેપને ઓછો કરવામાં આવે, જેનાથી ખાનગી કંપનીઓને મહિલા કર્મચારીઓની ભરતી કરવા માટે પ્રોત્સાહન મળે.આ પરથી નોંધનીય છે કે આ તમામ પ્રક્રિયા હાલમાં પ્રાથમિક તબક્કામાં છે. હવે આગામી દિવસોમાં ખાનગી સેક્ટર ઉપરાંત ઇન્ડસ્ટ્રીઝનો શું મત છે તેના પર આ આખી વાત આધારિત છે. 

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures