LIC

Life Insurance Corporation of India (LIC) કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, 2019-20 દરમિયાન તેમણે નવી પોલિસી પર પ્રાપ્ત થતા પ્રીમિયમના આધાર પર નવા કારોબારમાં 25.17 ટકાની વૃદ્ધિ નોંધી છે. આ દરમિયાન કંપનીની બજાર હિસ્સેદારી 68.74 ટકા રહી. વર્ષ 1956માં પાંચ કરોડ રૂપિયાના પ્રારંભિક રોકાણથી શરૂ થયેલી LIC અસેટ બેઝ 31,96,214.81 કરોડ રૂપિયાનો છે. 31 માર્ચ 2020 સુધી કંપનીને આ રીતે 1.78 લાખ કરોડ રૂપિયાનું નવું પ્રીમિયમ પ્રાપ્ત થયું.

LIC ના નવા પ્રીમિયમના 95 ટકા એજન્ટ્સના માધ્યમથી ઓફલાઇન આવતું રહ્યું છે. પરંતુ હવે કંપનીના 12 લાખ એજન્ટ્સ પણ ઘરે બેઠા ઓનલાઇન પ્રીમિયમ કલેક્શન અને પોલિસી રિન્યૂઅલ કરી રહ્યા છે. LIC ને લૉકડાઉનમાં 1 હજાર કરોડનું પ્રીમિયમ ઓનલાઇન મળ્યું છે. હવે LIC એપ લાવવાની તૈયારી પણ કરી રહ્યું છે. કોવિડના સમયમાં જીવન વીમાને લઈ લોકોમાં જાગૃતતા વધી છે.

LIC એ ડિજિટલ પ્લેટફોર્મને પણ ડિઝાઇન કરી છે અને તેનો અનુભવ સારો રહ્યો છે. કસ્ટમર મોબાઇલ એપ પર 34 લાખ યૂઝર્સ છે. તો આ સાથે તેમણે ગૂગલ પે, પેટીએમ, ફોનપે જેવા પ્લેટફોર્મ ઉપર પણ પ્રીમિયમ પેમેન્ટ માટે સુવિધા આપી છે. આ ઉપરાંત ચેટબોટ પણ લૉન્ચ કર્યું છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024