Government

  • છેલ્લા ઘણા સમયથી અટકેલી સરકારી ભરતીને લઈને હવે સરકાર (Government) એક્શનમાં આવી છે.
  • આ અંગે CM નિવાસ સ્થાને મહત્વપૂર્ણ બેઠક મળી હતી.
  • આ બેઠકમાં ભરતી બોર્ડના ચેરમેન અને મુખ્ય લોકો હાજર રહ્યા.
  • મળતી માહિતી મુજબ, પરીક્ષા બાદ નિમણૂક બાકી અંગે કાર્યવાહી થઈ શકે છે.
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન, નિમણૂંક જેવા બાકી કામ પૂરા કરવા અંગે ચર્ચા થઈ.
  • આ ઉપરાંત, અન્ય ભરતીના વેઈટિંગ લિસ્ટ અંગે પણ ચર્ચા થઈ.
  • ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની આંદોલનની ચીમકીને લઈને ગુજરાત પોલીસ હરકતમાં આવી ગઈ છે.
  • સોશિયલ મીડિયામાં ગત બે દિવસ પહેલા સરકારી ભરતીઓ અંગે આંદોલનની ચીમકીના મેસેજ વાયરલ થયા હતા.
  • જેના લીધે આજે ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.
  • પરંતુ હાલ એક મોટા સમાચાર તેવા મળી રહ્યા છે કે પોલીસ આંદોલનકારીઓને અને ઉમેદવારો પોતાના વિસ્તારમાંથી ન નિકળી શકે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. 
  • દરેક જિલ્લાના પોલીસ અધિકારીઓએ બાંહેધરી લીધી છે.
  • ગાંધીનગરમાં પોલીસ ઉપરાંત વધારાની પોલીસ પણ ખડકી દેવામાં આવી છે.
  • આ અગાઉ 6 જુલાઈએ ગાંધીનગરમાં આંદોલનના મેસેજ વાયરલ થયા હતા.
  • તો આંદોલન કોઈ મોટું સ્વરૂપ ધારણ ન કરે તેના માટે સરકારે (Government) આગમચેતી તૈયારીઓ કરી લીધી છે.
  • અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સોશિયલ મીડિયા પર અલગ-અલગ સરકારી ભરતી મુદ્દે આંદોલનને લઈ મેસેજો વાયરલ થયા હતા.
  • જેના પછી હવે સરકારી ભરતી મુદ્દે આંદોલનને લઈ સરકાર હરકતમાં આવી હતી.
  • જેના કારણે આજે ગાંધીનગર જિલ્લમાં SRPF ની એક ટીમ ફાળવાઈ છે અને પોલીસનો પણ ખડકલો કરી દેવામાં આવ્યો છે.
  • આપને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી સરકારી (Government) ભરતીને લઈ વિવાદ જોવા મળી રહ્યો છે.
  • ત્યારે હવે સોશિયલ મીડિયા પર અટવાયેલી અલગ-અલગ સરકારી ભરતી પૂર્ણ કરવા આંદોલનના મેસજ વાયરલ થયા હતા.
  • આ મેસેજમાં ગાંધીનગર ખાતે 6 જુલાઈએ શિક્ષિત બેરોજગારોના આંદોલનની ચીમકી આપવામાં આવી હતી.
  • તેથી સોશિયલ મીડિયામાં સરકારી ભરતીઓનો મુદ્દો ગરમાતા અને આંદોલનની ચીમકીના ભાગેરૂપે સરકાર હરકતમાં આવી છે.
  • સૂત્રો મુજબ, સરકાર દ્વારા ગાંધીનગર જીલ્લામાં એસઆરપીએફની એક ટીમ ફાળવાઈ છે.
  • તે માટે સત્યાગ્રહ છાવણી ખાતે રિહર્સલ કરવામાં આવ્યું હતું.
  • જ્યારે ડીજીપી કચેરીથી આદેશ પણ કરાયા છે.
  • જો કે, અલગ-અલગ ભરતીના મુખ્ય આંદોલનકારીઓએ આંદોલનને સમર્થન આપ્યું નથી એવું કહેવામાં આવી રહ્યું છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024