Crime branch PSI

  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Crime branch) એ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા પીએસઆઈ (PSI) શ્વેતા જાડેજા સામે 35 લાખની ખંડણી માગવા મામલે ગુનો નોંધાયો છે. 
  • મહિલા PSI શ્વેતા જાડેજા સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં બળાત્કાર કેસના આરોપીને પાસામાં પૂરી દેવાની ધમકી આપી 35 લાખની ખંડણી માગવા મામલે તેમના વિરુદ્ધ કેસ નોંધાયો છે. 
  • સૂત્રોના જણાવ્યા મુજબ, 2017માં જીપીએન ક્રોપ સાયન્સ પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેક્ટર કેનાલ શાહ વિરૂુદ્ધ તેમની પર્સનલ આસિસ્ટન્ટે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
  • જો કે આ કેસની તપાસ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનના PSI શ્વેતા જાડેજાને સોંપાઈ હતી.
  • તો તે સમયે આરોપી કેનાલ પાસેથી PSI શ્વેતા જાડેજા એ 20 લાખ માગ્યા હતા.
  • જે તેના કહ્યા મુજબ આરોપીએ જામજોધપુરની આંગડિયા પેઢીને મોકલી આપ્યા હતા. 
  • તો એ દરમિયાન સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આ જ કેસના સાક્ષી સિક્યુરિટી ગાર્ડને ધમકી આપવાનો ગુનો કેનાલ સામે દાખલ થયો હતો.
  • એક જ કેસમાં બે ફરિયાદો દાખલ થતાં PSI શ્વેતા જાડેજા એ કેનાલને પાસામાં ધકેલી દેવાની ધમકી આપી બીજા 20 લાખ માગ્યા હતા.
  • આ ધમકી સામે તથા પોતાનો બચાવ માટે કેનાલે 15 લાખ આપ્યા હતા.
  • ત્યારબાદ વધુ 5 લાખ માટે દબાણ થતાં કેનાલે ક્રાઇમબ્રાંચ (Crime branch) માં અરજી કરી હતી.
  • જેની તપાસમાં PSI શ્વેતા વિરુદ્ધ પુરાવા મળતાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.  
  • કેનાલ શાહની અરજી અંગે પોલીસ કમિશનર આશિષ ભાટિયાને જાણ થતા તેમણે આ અંગે કોઈપણ જાતની શેહશરમ રાખ્યા વિના તટસ્થ તપાસ કરવાનો આદેશ કર્યો હતો.
  • જે મામલે ક્રાઈમ બ્રાંચની વિવિધ ટીમો કામે લાગી હતી
  • અને અંતે પીએસઆઈ શ્વેતા જાડેજાની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
  • આ મહિલા PSI શ્વેતાના કહેવાથી જામજોધપુરની આંગડિયા પેઢીને પૈસા મોકલાયા હોવાનું ક્રાઈમ બ્રાંચને જાણવા મળ્યું
  • તો આ બાબતે ક્રાઈમ બ્રાંચે (Crime branch) તપાસ કરતા તેના નજીકના જ એક સંબંધીએ આ પૈસા સ્વીકાર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
  • જે ક્રાઈમ બ્રાંચ (Crime branch) ને ગુનો દાખલ કરવા માટેનુ મહત્ત્વનું પરિબળ સાબિત થયું છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024