• ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા 65 દિવસથી એલઆરડી ભરતીના વિવાદના મુદ્દે મહિલાઓ આંદોલન કરી રહી છે. આ મામલે ગઈકાલે સરકારે તેમની માંગણી સ્વીકારી અને તેના ઠરાવામાં સુધારો કરવાની વાત કરી હતી.જોકે, નવા પરિપત્રની લેખેત નકલ માંગી આંદોલન ન સમેટવાની જીદે ચડેલી મહિલાઓ હટી નહોતી. દરમિયાન આજે સરકાર વતી એડવોકેટ જનરલે હાઇકોર્ટમાં જણાવ્યું છે કે સરકાર આ મુદ્દે નવો જીઆર બહાર પાડશે અને અરજદારોની માંગણી સંતોષાઈ જશે. આ મામલે વધુ સુનાવણી ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.આ દરમિયાન પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ નવા આંદોલનની ચીમકી આપી છે. દિનેશ બાંભણિયાએ કહ્યું કે સરકાર અમારી સાથે ચર્ચા નહીં કરે તો અમે આંદોલન કરીશું.
  • બિન અનામત સમાજે રૂપાણી સરકારને સીધી ચેતવણી આપી છે કે જો આ પરિપત્રમાં કંઈપણ ફેરફાર થશે તો સરકારે ભોગવવા તૈયાર રહેવું પડશે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ ચીમકી ઉચ્ચારી છે કે પરિપત્રમાં છેડછાડ થશે તો રાજ્ય વ્યાપી આંદોલન કરવામાં આવશે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે છેલ્લી કેટલીક ભરતીમાં જનરલ કેટેગરીની મહિલાઓને અનામતના લીધે ઓર્ડર હજુ સુધી આપવામાં આવ્યા નથી.આવી મહિલાઓને તત્કાલ ઓર્ડર આપવાની પણ તેમણે માંગ કરી છે અને જો તેમને ઓર્ડર નહીં મળે તો 15 ફેબ્રુઆરીથી બિન અનામત સમાજની યુવતીઓ ગાંધીનગરમાં છાવણી ખાતે ઉપવાસ પર બેસશે.
  • આ અંગે આંદોલન કરી રહેલી મહિલા સાથે ગાંધીનગર ખાતે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય બેઠા છે. કોંગ્રેસના ધારાસભ્ય નૌષાદ સૌલંકી, ઋત્વિક મકવાણા આંદોલન પર બેઠા છે. કોંગ્રેસ ઉપવાસ કરી રહી છે.
  • આ સમગ્ર મામલે ગઈકાલે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ રાજ્યના યુવાનોને ઉશ્કેરી અને વર્ગવિગ્રહ ફેલાવવાનું બંધ કરે. અમે બહેનોની માંગણી સ્વીકારી છે અને હવે તેમણે આંદોલન સમાપ્ત કરી દેવું જોઈએ.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024