રાજ્ય સરકારે આજે વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં 20 નવેમ્બરથી 16 ચેક પોસ્ટ નાબૂદ કરવાની જાહેરાત કરી છે. તેમજ 221 આઈટીઆઈ અને 29 પોલિટેકનિકમાંથી લર્નિંગ લાયસન્સ કઢાવી શકાશે. 15 નવેમ્બરથી લર્નિંગ લાયસન્સની કામગીરી શરૂ કરવામાં આવશે. આમ હવે નાગરિકોને આરટીઓમાં જવાની જરૂર રહેશે નહીં.

રાજ્ય સરકારના ત્રણ ઐતિહાસક નિર્ણય :

  • હવેથી લર્નિંગ લાઇન્સ ITIમાં નીકળશે

રાજ્યમાં દર વર્ષે 20 લાખથી વધારે લર્નિંગ લાઇસન્સ નીકળે છે. લર્નિંગ લાઇન્સ ફક્ત એક કોમ્પ્યુટર પરીક્ષા છે, જેમાં લાઇસન્સ મેળવવા માંગતા વ્યક્તિને ટ્રાફિકની વિવિધ સંજ્ઞાઓનું જ્ઞાન હોવું જરૂરી છે. આ ટેસ્ટ માટે ફક્ત કોમ્પ્યુટરની વ્યવસ્થા જરૂરી છે. આજથી રાજ્યની 221 આઈટીઆઈ અને 29 પોલિટેકનિક ખાતે લર્નિંગ લાઇસન્સ કાઢી શકાશે. આ માટે 10 દિવસ ટ્રાયલ કરવામાં આવી હતી. આ દરમિયાન 13 હજાર લોકોએ અરજી કરી હતી, જેમાંથી સાત હજાર લોકોને લર્નિંગ લાઇસન્સ મળ્યાં હતાં. આ વ્યવસ્થાને કારણે 20 લાખ લોકોએ આરટીઓનો ધક્કો નહીં ખાવો પડે. સરકારના કહેવા પ્રમાણે રાજ્યમાં દર વર્ષે 1.5 કરોડ નવા વાહનો નોંધાય છે.

  • ઓનલાઇન સેવામાં સાત સેવાનો ઉમેરો થયો

ડુપ્લિકેટ આર.સી. બુક સહિતના કામો ઓનલાઇન થશે. આ માટે જે તે વ્યક્તિએ કોમ્પ્યુટર પરથી જ અરજી કરવાની રહેશે. હાલ ગુજરાત સરકાર પાસે 2010 પછીનો વાહનોનો તમામ ડેટા ઉપલબ્ધ છે. આગામી ત્રણ મહિનામાં 2001 થી 2010 સુધીનો ડેટા પણ ઉપલબ્ધ બનશે. એટલે કે છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ ઓનલાઇન ઉપલબ્ધ બનશે.

  • રાજ્યની તમામ ચેકપોસ્ટો દૂર કરવામાં આવી

રાજ્યમાં હાલ અંબાજી, અમીરગઢ, ગુંદરી, થાવર, થરાદ, સામખીયાળી, જામનગર, શામળાજી, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર, સાગબારા, કપરાડા, ભિલાડ, સોનગઢ અને વઘઈ ખાતે ચેકપોસ્ટ કાર્યરત છે.

આરટીઓ ઇન્સ્પેક્ટરોને ઇ-ચલણ ડિવાઇસ અપાશે

ચેકપોસ્ટ દૂર કરીને વાહનોની તપાસ માટે ફ્લાઇંગ સ્ક્વોડ બનાવવામાં આવશે. આ ટીમમાં કામ કરતા આરટીઓ ઇન્સ્પેક્ટરોને દંડની રકમ ઉઘરાવવા માટે ઇ-ચલણ માટેનું ડિવાઇસ આપવામાં આવશે. દંડની રકમ ફક્ત મશીનથી જ ઉઘરાવવાની રહેશે. આ માટે કોઈ ટ્રાન્ઝેક્શન રોકડમાં નહીં થાય. સરકારે હાલ 350 હેન્ડ ડિવાઇસની ખરીદી કરી છે. આ ઉપરાંત પેટ્રોલિંગ માટે નવા 32 ઇન્ટરસેપ્ટર વાહનો ખરીદવામાં આવશે. આ વાહનોની જીપીએસથી ટ્રેક કરી શકાશે.

ટ્રક માલિકોએ નિર્ણયને આવકાર્યો હોવાનો દાવો

સરકારે ચેકપોસ્ટો નાબૂદ કરતા પહેલા ટ્રક માલિકો અને ટ્રક એસોસિએશનના લોકો સાથે બેઠકો કરી હતી. તેમણે સરકારના નિર્ણયને આવકાર્યો હતો. આ ઉપરાંત ગુજરાતમાં જે રાજ્યોમાંથી વધારે ટ્રક આવે છે તે રાજ્યોમાં પણ આવી બેઠકો કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ટ્રક માલિકોને ઓનલાઇન દંડ સહિતની વસ્તુઓથી વાકેફ કરાયા હતા.

પાકા લાઇન્સ માટે નવી સિસ્ટમ આવશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે, પાકા લાઇન્સ માટે બહુ ઝડપથી નવી સિસ્ટમ આવશે. આ માટે ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે. આ સિસ્ટમમાં તમામ પ્રક્રિયા કોમ્પ્યુટરથી થશે. હાલની વ્યવસ્થામાં જે ખામી છે તે તેનાથી દૂર થશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024