Gujarat Board
- કોરોનાના કારણે સ્કૂલ શરૂ થઈ શકી નથી, ત્યારે હવે સમયસર અભ્યાસક્રમ પૂર્ણ કરવો અશક્ય હોવાનો શિક્ષકો અને સંચાલકોનો મત છે.
- તો કોરોના મહામારીને જોતા હવે ગુજરાત બોર્ડ (Gujarat Board) પણ અભ્યાસક્રમમાં ઘટાડો કરે તેવી માંગ શિક્ષકો અને વાલીઓએ કરી છે.
- CBSE બોર્ડે ધોરણ 9 થી 12માં 30% અભ્યાસક્રમમાં ઘટાડો કરતા Gujarat Board પણ સમયસર નિર્ણય લે તેવી માંગ ઉઠી રહી છે.
- સરકાર આગામી વર્ષે એપ્રિલ મહિનાથી શાળાઓ શરૂ કરવા માગે છે તો એ દિશામાં વિચારણા કરીને ચાલુ વર્ષે કોર્ષ ઘટાડવા અંગે નિર્ણય કરવો જરૂરી છે.
- હજી જુલાઈ સુધી સ્કૂલ ખુલશે નહિ, અને ભવિષ્ય પણ અનિશ્ચિત છે.
- ત્યારે લગભગ 60 દિવસનો અભ્યાસ શક્ય બનવાનો નથી.
- તો બીજી તરફ, શિક્ષક, વાલી અને શાળા સંચાલકોની માગને જોતા હાલ રાજ્ય સરકારે પણ CBSE બોર્ડના નિર્ણય અને હાલની શૈક્ષણિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કોર્ષમાં કેટલો ઘટાડો કરી શકાય તે અંગે વિચારણા શરૂ કરી છે.
- જો કે,આગામી સમયમાં ગુજરાત બોર્ડ પણ અભ્યાસક્રમમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ પ્રબળ બની છે.
- GTU ની પરીક્ષા હવે આ ફોર્મેટમાં તેમજ ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા યોજાશે
- પત્ની પાસે આ રીતે છૂટાછેડા માટે સહીઓ કરાવીને પતિએ પ્રેમિકા સાથે કર્યા લગ્ન
- CBSE બોર્ડની જેમ જ Gujarat Board પણ તાત્કાલિક નિર્ણય લઈ સ્પષ્ટતા કરે તેવી સંચાલકો, શિક્ષકો અને વાલીઓની માંગ છે.
- અભ્યાસક્રમ અંગે સ્પષ્ટતા થાય તો ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષાના કોર્ષ તેમજ ભવિષ્યમાં લેવાનારી એન્ટ્રન્સ પરીક્ષા અંગે પણ નિર્ણય લેવો જરૂરી છે.
- CBSE એ 30% કોર્ષ ઘટાડી દેતા હવે એન્ટ્રન્સ ટેસ્ટ માટેના કોર્ષમાં પણ ફેરબદલ કરવાની જરૂરિયાત ઉભી થઇ છે.
- CBSE બોર્ડે કોર્ષ ઘટાડયો છે ત્યારે JEE, ગુજકેટ અને NEET ની તૈયારી માટે પણ કોર્ષમાં બદલાવ કરવો જરૂરી બનશે.
- Gujarat Board નિર્ણય જાહેર કરે તો હાલ ધોરણ 10 અને 12માં આવેલા વિદ્યાર્થીઓ માટે અભ્યાસ કરી પરીક્ષાની તૈયારી કરવી સરળ બનશે.
- આ વખતે ધોરણ 12 બોર્ડની પરીક્ષા 80-20 ફોર્મેટ મુજબ લેવાની હોઈ, અભ્યાસક્રમ અંગે સ્પષ્ટતા કરવી જરૂરી બની છે.
- હાલ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના ઓનલાઈન ટ્યુશન અને કલાસ ચાલી રહ્યા છે, ત્યારે ક્યાં ચેપ્ટર રાખવા અને ક્યાં સ્કીપ કરવા તે જાહેર કરવું જરૂરી છે.
- Gujarat Board જો નિર્ણય મોડો લેશે તો વિદ્યાર્થીઓની મહેનત અને સમય બગડવાની ડર છે.
- CBSE બોર્ડની સ્પષ્ટતા બાદથી Gujarat Board ના વિદ્યાર્થીઓની અસંજસમાં વધારો થયો છે.
- ચાલુ વર્ષે ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળ્યું છે, એ સ્થિતિમાં ધોરણ 11ના વિદ્યાર્થીઓએ પરીક્ષા ના આપી હોવાથી ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ સ્પષ્ટતા કરે તે જરૂરી છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News