• સીએમ રૂપાણીએ સંદેશ અપાતા કહ્યું કે, છેલ્લા 10 દિવસમાં ગુજરાતમાં સુરત અમદાવાદ સિવાય અન્ય શહેરોમાં છૂટછાટ આપવામાં આવી હતી. આ શહેરોમાં લોકોએ નિયમો મુજબ કામ ધંધા ચાલુ કર્યા હતા. હવે અનલોક ફેઝમાં કોરોના સાથે કામ કરવું પડશે. આર્થિક રીતે મંદી ન આવે અને કામ ધંધા અટકે નહીં તે વિચારીને કેન્દ્ર સરકારે ગાઈડલાઈન ચાલુ કરી છે. છેલ્લા અઢી મહિનાથી કામ ધંધા બંધ હોવાને કારણે લોકોને આર્થિક તકલીફ પડતી હતી તેથી તે દૂર કરવા હવે 7 વાગ્યે કરફ્યુ લાગતો હતો તે હવે રાત્રે 9થી સવારે 5 રહેશે.
 • તે ઉપરાંત દરેક દુકાનો પણ હવે સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે. 
 • 9 વાગ્યાથી કર્ફ્યુ ચાલુ થઇ જશે જેથી લોકો એ 9 વગ્યા પછી બાર નીકળવું નહિ.
 • તેની સાથે ઓડ ઈવન પધ્ધતિ પણ બંધ કરવામાં આવી છે.
 • સમગ્ર ગુજરાતમાં એસટી પણ ચાલશે જેથી લોકો નોકરી કે ધંધા માટે અવરજવર કરી શકે. 
 • એસટી માટે કેટલાક નિયમો છે જેમાં 60% પેસેન્જર જ બેસી શકેશે.
 • ટુ વ્હીલરમાં 2 વ્યક્તિને છૂટ આપવામાં આવી છે. જેમાં ફેમિલી મેમ્બર સિવાય અન્ય કોઈ વ્યક્તિને બેસાડી નહીં શકાય.
 • નાની ગાડીઓમાં 3 વ્યક્તિને અને મોટી ગાડીઓમાં 4 વ્યક્તિને છૂટછાટ રહેશે. સિટી બસમાં 50% ની કેપેસિટી રહેશે.
 • તે ઉપરાંત રીક્ષા ચાલકો માટે પણ ખુશીના સમાચાર છે. જેમાં અમદાવાદ-સુરત સહિત સમગ્ર રાજ્યમાં રીક્ષા ચલાવવા પર છૂટ આપવામાં આવી છે.
 • નિયમ પ્રમાણે રીક્ષામાં ડ્રાયવર સહિત 2 પેસેન્જરને છૂટ આપવામાં આવી છે.
 • સરકારી ઓફિસો તમામ સ્ટાફ સાથે સોમવારથી નિયમ અનુસાર શરૂ થશે. સરકારી કામો પણ ચાલુ થશે.
 • કન્ટેન્ટમેન્ટ ઝોન સહિતની બેંકો પણ ફૂલ સ્ટાફ સાથે ચાલુ રહેશે.
 • કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે હોટેલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ 8મી જૂનથી ચાલુ થશે.
 • કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવશ્યક વસ્તુઓ સિવાય તમામ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે. આવતીકાલે કન્ટેઈમેન્ટ ઝોનનું લિસ્ટ બહાર પડશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News