fake mark sheetsફાઈલ તસ્વીર
  • ફરી એક વાર  જોવા મળેલ શિક્ષણ વ્યવસ્થાને પડકાર સમાન બોગસ માર્કશીટના કૌભાંડનો પર્દાફાશ વડોદરામાં કરવામાં આવ્યો  છે.
  • વડોદરાનાં રાવપુરા વિસ્તારમાંથી એસઓજીએ નકલી માર્કશીટ બનાવતા એક આરોપીની ધરપકડ કરી.
  • જેમાં તેની પાસેથી માર્કશીટો સહિત તે બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા આધુનિક સાધનો  પણ કબ્જે કર્યા છે.
  • વડોદરા શહેરનાં રાવપુરા વિસ્તારમાં સનરાઇઝ કોમ્પ્યુટર ક્લાસિસની આડમાં હરણી વિસ્તારમાં રહેતો વિશાલ પટેલ નકલી માર્કશીટનો વેપાર કરી કૌભાંડ આચરતો હતો.
  • વિશાલ જરૂરીયાત મંદો વ્યકતિઓ પાસેથી મોટી રકમ લઇ મહારાષ્ટ્ર એજયુકેશન બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની નકલી માર્કશીટો બનાવી આપતો હોવાની બાબત ની જાણ એસઓજીને મળી હતી. 
  • ત્યાર બાદ તે બાબત ના જાણ થી એસઓજીએ રાવપુરા સ્થિત કોમ્પ્યુટર કલાસમાં દરોડા પાડયા હતા. અને દરોડા પાડ્યા દરમ્યાન પોલીસને ચોંકાવનારી વિગતો મળી હતી.
  • પોલીસને દરોડાની તપાસ દરમ્યાન મહારાષ્ટ્ર એજયુકેશન બોર્ડની 10 નકલી માર્કસીટ અને 10 નકલી એટેમ્પટ પ્રમાણપત્રો મળી આવ્યા હતા. 
  • જેના કારણે પોલીસે 51 હજારનો મુદ્દામાલ કબ્જે કરી, કોમ્પ્યુટર, મોબાઇલ ફોન, ઇલેકટ્રોનિકસ સાધનો જપ્ત કર્યા છે.
  • આરોપી વિશાલ પટેલ ધોરણ 12 નાપાસ વિદ્યાથીઓ પાસેથી 85 હજાર જેવી મોટી રકમ લઇ તેમને ધોરણ 12 પાસ ની પાસીંગ  માર્કશીટ બનાવી આપતો હતો.
  • કોરલ ડ્રો સોફટવેરથી માર્કશીટ બનાવી તેની કલર પ્રિન્ટ કાઢી વિદ્યાર્થીઓને આપતો હતો.
  • એસઓજીએ બોગસ માર્કશીટ કૌભાંડ મામલે આરોપી વિશાલ પટેલે અત્યાર સુધી માં  કેટલી કે આવી નકલી માર્કશીટો જરૂરીયાતમંદોની વેચી છે.
  • તે દિશામાં પોલીસે તપાસ  હાથ ધરી છે. જે રીતે આરોપી વિશાલ પટેલ પાસેથી પ્રાથમિક તપાસમાં એસઓજીની માહિતી મળી છે..
  • તે જોતા બોગશ માર્કસીટનું કૌભાંડ રાજ્ય વ્યાપી હોય તેમ લાગી રહ્યું છે. અને આગળની તપાસમાં નકલી માર્કશીટ ના  કૌભાંડ મામલે વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શકયતાઓ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024