• અત્યાર ના સમયે વજન ઘટાડવું જેટલું મુશ્કેલ કામ છે કડાચ તેનાથી બીજું  મુશ્કેલ કામ છે વજન વધારવાનું.
  • જેમ માણસ વધારે જાડુ હોય તો ફીટ અને હોટ નથી લાગતો પરંતુ ઘણાં પાતળા હોય તો ખૂબસૂરત  પણ નથી લાગતાં.
  • તો આજે આપણે જોઇએ વજન વધારવાની.. કેટલીક સોનેરી ટિપ્સ.
  • જો આપણા શરીર ને સમયસર વ્યવસ્થિત ખોરાક સાથે કસરત કરાવવામાં આવે તો વજન સરળતાથી અને થોડા સમયમાં વધારી શકાય છે.
  • જ્યારે વજન ઓછું હોય ત્યારે આપણે વ્યક્તિને સ્વાભાવિક રીતે જ વધુ ઘીવાળું અથવા તળેલું ખાવા માટે આગ્રહ કરતાં હોઈએ છીએ.
  • હવે ખરેખર તો વજન વધારવા માટે બને ત્યાં સુધી વધુ પ્રોટીનવાળો ખોરાક ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ.
  • જ્યારે વધુ પડતા ઘી-તેલવાળો ખોરાક ખાવામાં આવે ત્યારે થોડુંક ખાતાં જ પેટ ભરાઈ જાય છે
  • અને તમે પૂરતાં પોષકતત્ત્વોવાળો ખોરાક લઈ શકતા નથી. વજન ઘટાડવા માટે આપણે કઈ બાબતો પર ધ્યાન રાખવું જોઈએ તે  નીચે જોઈએ.

1. બને ત્યાં સુધી સવારે અથવા સાંજે 30થી 40 મિનિટની કસરત કરવાની આદત પાડો. 

થોડા સમય માટે વેઈટ લિફટિંગ કરી શકો, ફુલપ્સ , બેન્ચ પ્રેસેઝ, ડિપ્સ કરો.

2. કેલરીવાળો કાર્બોહાઈડ્રેટથી ભરપુર ખોરાક એટલે કે ડ્રાય ફ્રુટ્સ,બાફેલા બટાકા, બાફેલા ચણા, ઘઉંની બ્રેડ, ઇડલી અને નટ્સ તમારા ડાયેટમાં શામેલ કરો.

3. જો વજન વધતું ન હોય તો બને ત્યાં સુધી બહારનું ખાવાનું બિલકુલ બંધ કરાવી દો. બહારના ખોરાકમાં પોષકતત્ત્વો મળતાં જ નથી.

તેના કારણે પેટ બગડે છે અને ઓછી ભૂખ લાગવાની સમસ્યા સર્જાઈ શકે છે.

4.દિવસ દરમિયાન 3થી 4 વખત થોડું થોડું પૌષ્ટિક ખાવાનું ખાવાથી ફાયદો થાય છે.

સવારના સમયે નાસ્તામાં પૌંઆ, ઉપમા, બાફેલા બટાકા વગેરે લેવાનું રાખો.

5. ભોજન સમયે સવારે અને સાંજે બંને સમયે બાફેલી દાળ, બાફેલાં કઠોળ, દૂધ, દહીંવાળો ખોરાક લઈ શકાય છે.

6. દરરોજનાં 2 કેળા ખાવો, વધારે કેલરી માટે સિંગલ ફ્રુટ જ્યૂસની જગ્યાએ મિક્સ ફ્રુટ જ્યૂસ લો.

તમે કેળા સાથે બીજા ફળ પણ ખાવાના રાખો.

જેના કારણ થી તમારી તબિયત પણ સારી રહેશે  અને વજન માં પણ વધારો થશે .

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024